16 નવેમ્બર થી ઇ વે બિલ ની સુવિધા માં વધારો:

Spread the love
Reading Time: 2 minutes

તા.15.11.2018: આજે મધ્ય રાત્રિ તારીખ 16.11.2018 ના રાત્રે 12 કલાક થી ઇ વે બિલ બનાવવા માં નીચેની સુવિધાઓ નો વધારો (ફેરફાર) કરવામાં આવ્યો છે.

1. એકજ બિલ ઉપર ડુપ્લિકેટ ઇ વે બિલ ના બની જાય તેની ચકાસણી:

એક જ બિલ નંબર ઉપર હવે થી બીજી વાર ઇ વે બિલ નહીં બની શકે. હાલ સુધી ક્યારેક આ સુવિધા ના હોવાના કારણે માત્ર મોટા ભાગે શરતચૂક થી એકજ બિલ ઉપર બે કે તે થી વધુ ઇ વે બિલ જનરેટ થઈ જવા ના અનેક કિસ્સાઓ જોવા મળ્યા હતા. હવે આ મુશ્કેલીનું નિવારણ આ સુવિધા સાથે થઈ શકશે. હવે જ્યારે કરદાતા એ કોઈ બિલ ઉપર ઇ વે બિલ જનરેટ કરી લીધું હશે પછી તે જ બિલ ઉપર ફરી હવે ફરી ઇ વે બિલ બની શકશે નહીં.

 

2. નોક ડાઉન, સેમી નોક ડાઉન, આયાત-નિકાસ ના વ્યવહારો માટે ની સુવિધા:

નોક ડાઉન અને સેમી નોક ડાઉન એટ્લે એવા માલ ની હેરફેર કે જ્યાં માલ ને હેરફેર માટે તોડી પાડવામાં આવ્યો હોય. પવન ચક્કી ના પંખા જેવા માલ ને તોડી ને તેની હેરફેર થતી હોય છે. આવા કિસ્સા માં એકજ બિલ કે બિલ ઓફ એન્ટ્રી બનાવવા માં આવતું હોય છે. પરંતુ માલ ની હેરફેર ડિલિવરી ચલણ ઉપર અલગ અલગ ભાગ માં થતી હોય છે. આવા કિસ્સાઓ માં છેલ્લી ડિલિવરી વખતે ઓરિજિનલ ટેક્સ ઇંવોઇસ અથવા બિલ ઓફ એન્ટ્રી આપવામાં આવતી હોય છે.

નોક ડાઉન, સેમી નોક ડાઉન-એક્સપોર્ટ ના કિસ્સાઓ માં “બિલ ટુ” ના કૉલમમાં “યુ.આર.પી.” અથવા SEZ ના કિસ્સા માં તેનો GSTIN અને રાજ્ય માં “Other Country” રહેશે. ડિસપેચ એડ્રેસ તથા પિનકોડ માં જે શિપિંગ પોર્ટ, એર પોર્ટ કે બોર્ડર ઉપર માલ ની ડિલિવરી કરવામાં આવેલ હોય તેનું સરનામું અને તે પિનકોડ દર્શાવવાનો રહેશે.

નોક ડાઉન, સેમી નોક ડાઉન ઇમ્પોર્ટ ના કિસ્સા માં “બિલ ફ્રોમ” ના કૉલમ માં  “યુ.આર.પી.” અથવા SEZ ના કિસ્સા માં તેનો GSTIN અને રાજ્ય માં “Other Country” રહેશે. ડિસપેચ એડ્રેસ તથા પિનકોડ માં જે શિપિંગ પોર્ટ, એર પોર્ટ કે બોર્ડર ઉપર માલ ની ડિલિવરી લેવામાં આવેલ હોય તેનું સરનામું અને તે પિનકોડ દર્શાવવાનો રહેશે.

 

3.  બલ્ક જનરેશન ટૂલ્સ માં નવા કૉલમ ઉમેરવામાં આવેલ છે.

આ બાબતે સૌથી સરાહનીય બાબત એ છે કે ઇ વે બિલ સિસ્ટમ માં તારીખ 16 નવેમ્બર થી જે સુધારાઓ લાગુ  કરવામાં આવવાના છે તે વિષે ની જાણકારી 12 નવેબર થી આપી દેવામાં આવેલ છે. ટેક્સ ટુડે આ બાબત ને આવકારે છે અને આશા રાખે છે કે આવી જ રીતે GST દ્વારા અમલ માં લાવવા માં આવતા સુધારાઓ વિષે અગાઉથી જાણકારી આપવામાં આવે.

બ્યૂરો રિપોર્ટ: ટેક્સ ટુડે.

error: Content is protected !!