Spread the love
Reading Time: 4 minutes

By Miss. Zalak Sohil Dalal, Advocate                        

તારીખ ૧-૨-૨૦૨૬ના રોજ વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યાની સાથે કેન્દ્રીય નાણામંત્રી માનનીય શ્રીમતી નિર્મલા સીતારામને ફાઇનાન્સ બિલ, ૨૦૨૬ પણ લોકસભામાં રજૂ કરેલ છે. આ બિલમાં સેન્ટ્રલ ગૂડસ ઍન્ડ સર્વિસ ટેક્સ એક્ટ,૨૦૧૭માં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે. આવા જ સુધારા જે તે રાજ્યની વિધાનસભા દ્વારા જે તે રાજ્યના જીએસટી કાયદામાં પણ કરવામાં આવશે.

૧. કલમ ૧૫ની પેટા કલમ ૩ જે CGST કાયદાની જોગવાઈમાં Post sale discountના કિસ્સામાં Prior Agreement હોવો જોઈએ અને ક્રેડિટ નોટ કે જે કલમ ૩૪ હેઠળ આપવામાં આવી છે આવી ક્રેડિટ નોટને લગતી ઈનપુટ ટેક્સ ક્રેડિટ પ્રાપ્ત કરનાર નોંધાયેલ વ્યક્તિએ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ઘટાડો કરેલ હોય તથા ક્રેડિટ નોટનું linking ઇસ્યુ થયેલ ટેક્સ ઇન્વોઇસ સાથે થવું જોઈએ  એવી પૂર્વ-શરત જે હાલમાં છે. હવેથી સુધારો અમલમાં આવ્યા બાદ એકમાત્ર શરતનું પાલન જ કરવાનું રહેશે અને એ શરત એ છે કે Post sale discountના કિસ્સામાં ક્રેડિટ નોટ કે જે કલમ ૩૪ હેઠળ જે આપવામાં આવી છે આવી ક્રેડિટ નોટને લગતી ઈનપુટ ટેક્સ ક્રેડિટ પ્રાપ્ત કરનાર નોંધાયેલ વ્યક્તિએ ઘટાડો કરેલ હોવો જોઈશે તેજ કિસ્સામાં સપ્લાયની ક્રેડિટ નોટ કે  જે ઇસ્યુ થયેલ છે એને માન્ય રાખી સપ્લાયરની આઉટવર્ડ લાયાબીલિટી ઘટાડવામાં આવશે. આમ આજે એક માત્ર શરત છે એનું પાલન કરવાનું રહેશે. Post sale discount ના કિસ્સામાં Prior Agreement હોવો જોઈએ અને ક્રેડિટ નોટનું linking ઇસ્યુ થયેલ ટેક્સ ઇન્વોઇસ સાથે થવું જોઈએ એ શરત હવેથી રદ કરવાનું સૂચન થયું છે એવો સુધારો સૂચવાયો છે.

૨. CGST કાયદાની કલમ ૩૪ પેટા કલમ ૧ની જોગવાઈમાં કલમ ૧૫નો સંન્દર્ભ ઉમેરવામાં આવ્યો છે. કલમ ૩૪ની પેટા કલમ ૧ સેન્ટ્રલ ગૂડસ ઍન્ડ સર્વિસ ટેક્સ એક્ટ,૨૦૧૭ કે જે આવી જોગવાઈ જેમાં એવી પરિસ્થિતિ કે જ્યાં સ્પલાયર એક કે તેથી વધુ ક્રેડિટ નોટ કે જે આઉટવર્ડ લાયાબિલીટી જે ટેક્સ ઇન્વોઇસ દ્વારા જાહેર કરવામાં આવી છે. અહી આવો સુધારો આપવામાં આવેલ ડિસકાઉન્ટ જે કલમ ૧૫ (૩)(b)નો ઉમેરો કરવામાં આવ્યો છે. કલમ ૧૫ (૩)(b) જેમાં Post sale discount કે જે ક્રેડિટ નોટ બનવાની એક એવી ઘટના છે.

૩. કલમ ૫૪ની પેટા કલમ ૬ની CGST એક્ટ,૨૦૧૭માં provisional refund કે એવું રિફંડ કે જે ઈન્વરટેડ    ડ્યૂટી સ્ટ્રક્ચરનું હોય એનો ઉમેરો કરી વ્યાપ વધારતો સુધારો સૂચવાયો છે. હાલમાં ૯૦% provisional refund ફક્ત ઝીરો રેટેડ સપ્લાયની રિફંડની માંગણીના દાવાઓ પૂરતો મર્યાદિત હતો હવે જે ફાઇનાન્સ બિલ, ૨૦૨૬માં સુધારો સૂચવાયો તે ૯૦% provisional refundનો લાભ એવું રિફંડ કે જે ઈન્વરટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર એટલે કે જ્યાં ઇનપુટનો ટેક્સ દર કે જે આઉટવર્ડના ટેક્સ દર કરતાં વધુ હોય. આ સુધારો ૯૦% provisional refundનો લાભ ઈન્વરટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરના રિફંડને પણ પૂરો પાડશે. આ સુધારો ૫૬મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલ નિર્ણયોમાંનો છે જેનો ઉદેશ્ય લાભપત્ર સપ્લાયર્સને cash liquidity પૂરું પાડવાનો છે.

૪. કલમ ૫૪ ની પેટા કલમ ૧૪ની CGST એક્ટ,૨૦૧૭માંથી રિફંડ આપવાની  ન્યૂનતમ મર્યાદા ને દૂર કરવામાં આવી છે  કે જે એવા રિફંડની માંગણી કે જે માલ ભારત દેશની બહાર નિકાસ થયો હોય અને  જે ટેક્સ ભરીને કરવામાં આવેલ હોય એ પરત્વેનો છે એવો સુધારો સૂચવાયો છે. હાલમાં, રિફંડની અરજી કે જે રૂ. ૧,૦૦૦થી ઓછી હોય તે દાખલ કરવામાં આવતી નહોતી પરંતુ આ નવો સુધારો રિફંડની અરજી રૂ. ૧,૦૦૦થી ઓછી હોય અને તે રિફંડની અરજી માલનો નિકાસ કે જે ટેક્સ ભરીને કરવામાં આવેલ છે એમને રિફંડનો લાભ આપશે જેને કારણે નાના નિકાસકર્તાને રિફંડ મળશે અને આ સુધારો  ૫૬મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલ નિર્ણયોમાંનો છે જે નાના નિકાસકર્તાને રિફંડનો લાભ અપાવશે.

અમલીકરણની તારીખ    

ઉપરોક્ત ઉલ્લેખ કરાયેલ સુધારાઓ કે જે લોકસભામાં ફાઇનાન્સ બિલ, ૨૦૨૬ હેઠળ રજૂ થયેલ છે અને આવા જ સુધારા જે તે રાજ્યની વિધાનસભા દ્વારા જે તે રાજ્યના જીએસટી કાયદામાં પણ કરવામાં આવશે જેના માટે રાજ્યો જાહેરનામાઓ જે તે સમયે પ્રકાશિત કરશે જેમાં અમલીકરણની તારીખ જાહેર કરવામાં આવશે.

૫. કલમ ૧૦૧A CGST એક્ટ,૨૦૧૭માં પેટા કલમ ૧A નવી દાખલ કરવામાં આવેલ છે જેના અંતર્ગત સેંટ્રલ ગવર્નમેંટ, નેશનલ અપેલેટ ઓથોરિટી કે જેની રચના થઈ નહીં હોય એવી પરિસ્તિથિમાં હાલની Existing Authorityને નોટિફિકેશન દ્વારા અપીલ સાંભળવાની સત્તા કલમ ૧૦૧B CGST એક્ટ,૨૦૧૭ અન્વયે આપવામાં આવશે અને પેટા કલમ ૨ થી ૧૩ લાગુ પડશે નહીં જ્યાં ટ્રીબ્યુનલને પેટા કલમ ૧A  હેઠળ સત્તા આપવામાં આવી છે. પેટા કલમ ૧A માં Explanation ઉમેરવામાં આવ્યું છે જે Existing Authorityમાં ટ્રીબ્યુનલ સમાવિષ્ટ છે એવો ખુલાસો કરવામાં આવેલ છે. કલમ ૧૦૧A CGST એક્ટ,૨૦૧૭માં તા. ૦૧-૦૪-૨૦૨૬ અમલમાં આવશે. આ સુધારો કલમ ૧૦૧Aમાં પેટા કલમ ૧Aને નવી દાખલ કરે છે જે ગવર્નમેંટને સત્તા આપે છે જે હાલની Existing Authority કે જેમાં હવે ટ્રીબ્યુનલ પણ સમાવિષ્ટ છે જે એવી અપીલની સુનાવણી આપવી કે જેમાં conflicting એડવાન્સ રૂલઇન્ગ કે જે અપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલઇન્ગ (AAAR) દ્વારા અલગ અલગ રાજ્યો તથા કેન્દ્રસાસિત પ્રદેશને આપવામાં આવ્યું છે  એવી અપીલની સુનાવણી આપવી જ્યાં સુધી નેશનલ અપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલઇન્ગ (NAAAR)ની રચના થાય નહીં.

બીજા શબ્દોમાં કહી એ તો NAAAR ની રચના થાય ત્યાં સુધી વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે AAAR દ્વારા આપવામાં આવેલા વિરોધાભાસી એડવાન્સ રુલિંગ સામે અપીલ હાથ ધરવા માટે સરકારને ટ્રિબ્યુનલ સહિત કોઈપણ હાલની સત્તાને સશક્ત બનાવવા માટે કલમ 101A માં પેટા-કલમ (1A) ઉમેરવાનો પ્રસ્તાવ સૂચવાયો છે. આ સુધારા નો હેતુ GSTAT ને આવા વિવાદના મુદ્દાઓ સાંભળવા માટે સશક્ત બનાવવાનો છે.

  1. કલમ ૧૩ ઈન્ટીગરેટેડ ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, ૨૦૧૭ની પેટા કલમ ૮ માં આવેલ (b) રદ કરવામાં આવી છે. નવો સુધારો એવું સૂચવે છે કે intermediatory servicesના કિસ્સામાં પ્લેસ ઓફ સપ્લાય કલમ ૧૩ ઈન્ટીગરેટેડ ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, ૨૦૧૭ની પેટા કલમ ૨ હેઠળ નક્કી કરવામાં આવશે જે મુજબ લોકેશન ઓફ recipient of servicesને ગણવામાં આવશે. આનાથી મધ્યસ્થી સેવાઓના સપ્લાયર્સ નિકાસ સંબંધિત લાભોનો દાવો કરી શકશે, કારણ કે સપ્લાય સ્થળ ભારતની બહાર હોવાથી સેવાઓની નિકાસની મુખ્ય શરત હવે પૂર્ણ થશે. આનાથી કરદાતા અને વિભાગ વચ્ચે રિફંડ દાવાઓના ઇનકાર અંગેના વિવાદો પણ ટાળી શકાશે પરિણામે વિવાદની પરિસ્થતિ ઉદભવશે નહિ કે હાલમાં ભારત દેશમાં કોલ સેંટર સર્વિસ આપતી સેવામાં ચાલુ છે. ફક્ત આ સુધારો જ એવો છે જેને ફાઇનાન્સ બિલ, ૨૦૨૬ રાષ્ટ્રપતિની સંમતિ પ્રાપ્ત થયાની તારીખ થી અમલી બનશે.

સમાપન ટિપ્પણીઓ :

ઉપરોક્ત ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે ફાઇનાન્સ બિલ, ૨૦૨૬ દ્વારા જીએસટી કાયદામાં સૂચવાયેલા સુધારાઓ કરદાતાઓ માટે પ્રક્રિયાત્મક સરળતા, રિફંડની ઝડપી ઉપલબ્ધતા તથા વિવાદોમાં ઘટાડો લાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલા છે. ખાસ કરીને પોસ્ટ સેલ ડિસ્કાઉન્ટ, પ્રોવિઝનલ રિફંડ, ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર તથા મધ્યસ્થ સેવાઓના પ્લેસ ઓફ સપ્લાય સંબંધિત સુધારાઓ વ્યવહારુ અને વેપાર અનુકૂળ સાબિત થશે. આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ કરદાતાઓની કેશ ફ્લો સ્થિતિમાં સુધારો લાવવાનો, નાના નિકાસકારોને રાહત આપવાનો અને કાયદાકીય અનિશ્ચિતતા ઘટાડવાનો છે. જો આ સુધારાઓ યોગ્ય રીતે અને સમયસર અમલમાં મૂકવામાં આવશે તો જીએસટી વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધશે તથા “Ease of Doing Business”ના લક્ષ્યને સિદ્ધ કરવામાં મદદરૂપ થશે. આથી, કરદાતાઓ અને વ્યાવસાયિકોએ આ સુધારાઓને ધ્યાનમાં રાખી પોતાની કર યોજના અને પાલન પ્રક્રિયાઓને સમયસર અપડેટ કરવી અત્યંત આવશ્યક છે.

(લેખક સુરત ખાતે ટેક્સ એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરે છે અને જાણીતા લેખક છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!