20 લાખ ની રકમ બેન્ક માંથી ઉપાડો છો??? તો થઇ શકે છે TDS: કલમ ૧૯૪ N મા આવેલો ફાઈનાન્સ એકટ ૨૦૨૦ નો મહત્વ નો સુધારો: વાંચો આ વિશેષ લેખ

Spread the love
Reading Time: 2 minutes

ભાર્ગવ ગણાત્રા (સીએ આર્ટીકલ આસીસ્ટન્ટ )જેતપુર

વાંચક મિત્રો, સૌ પ્રથમ આપણે જાણીએ છીએ તે રીતે કલમ ૧૯૪ N મોદી 2.0 ના પ્રથમ અંદાજપત્ર ની અંદર રજુ કરવામા આવેલ હતી .

આ કલમ ૧૯૪ N મુજબ –

૧) બેકિંગ કંપની કે જેને બેકિંગ રેગયુલેશન એકટ , ૧૯૪૯ લાગુ પડતો હોય

૨) બેકિંગ નો ધંધો ધરાવતી કો ઓપરેટીવ સોસાયટીઓ

તથા

૩) પોસ્ટ ઓફીસ

જો કોઈ વ્યક્તિ ( અહી પૈસા મેળવનાર, સરળ ભાષામાં રોકડ ઉપાડનાર) ને પોતાની સાથે રહેલા એક કે તેથી વધુ ખાતા મારફત એક કરોડ કે તેથી વધારે (એકી સાથે અથવા બધા વ્યવહારોને જોડી ) ની રોકડ રકમ ની ચુકવણી કરે તો તે પછીની બધી ચુકવણી મા ૨% લેખે TDS કાપવાની જવાબદારી રહેશે.

ઉદાહરણ તરીકે ,

એક બેન્ક એક વ્યક્તિ ને કુલ ૯૯ લાખ રુપિયા રોકડા ચુકવે છે . હવે જો તે વ્યકિત આ વ્યવહાર પછી ૨ લાખ રૂપિયા ઉપાડે તો વધારાની રકમ એટલે કે ૧ લાખ ઉપર બેન્ક વ્યકિત ના ૨ ટકા એટલે કે ૨૦૦૦ રૂપિયા કાપશે .

જો કે નીચે દશૉવેલા વ્યકિતને કરવામા આવતી ચુકવણી માટે આ કલમ લાગુ પડતી નથી …

૧) સરકાર

૨) બેકિંગ કંપની તથા કો ઓપરેટીવ સોસાયટી કે જે બેકિંગ ના ધંધા સાથે સંકળાયેલ હોય અને પોસ્ટ ઓફીસ

૩) RBI ના માગૅદશૅન હેઠળ ચાલતી બેકિંગ કંપની તથા કો ઓપરેટીવ સોસાયટી ના અન્ય ધંધાકીય સહાયકો

૪) બેકિગ કંપની તથા કો ઓપરેટીવ સોસાયટી ની સાથે જોડાયેલા વાઈટ લેબલ ATM ઓપરેટર કે જેને RBI દ્વારા અધિકૃત કરવામા આવેલા હોય

હવે , ફાઈનાન્સ એકટ ૨૦૨૦ મા આવેલા અતિ મહત્વ ના સુધારા ની વાત કરીએ તો તે નીચે મુજબ છે ( આ સુધારો ઓરીજનલ રજુ કરેલા ફાઈનાન્સ બિલ ૨૦૨૦ પછીનો છે એટલે તે માત્ર ૨૩/૦૩/૨૦૨૦ ના રોજ પસાર કરેલા રાજપત્ર ઉપર થી જોઈ શકાય છે અને જેનુ અમલીકરણ ૧ જુલાઈ , ૨૦૨૦ થી લાગુ થશે )

જો કોઈ પૈસા મેળવનાર વ્યકિત કે જેણે લાગુ પડતા Previous Year પહેલા ના ત્રણ Assessment Year ના ઈનકમ ટેકસ ના પત્રકો ન ભરેલા હોય અને જેને લીધે તેની પત્રક ફાઈલ કરવાની સમયમયૉદા ૧૩૯ (૧) હેઠળ સમાપ્ત થઇ ચુકી હોય તેને આ કલમ થોડા ફેરફારો સાથે લાગુ થશે…

આ મુજબ –

બેન્ક , કો ઓપરેટીવ સોસાયટી ( જે બેકિંગ સાથે જોડાયેલી હોય ) તથા પોસ્ટ ઓફીસ કોઈ વ્યકિત (પૈસા મેળવનાર/રોકડ ઉપાડનાર) ને –

૧)ચાલુ વષૅ દરમિયાન પોતાની સાથે સંકળાયેલા એક તથા વધુ ખાતા મારફત ૨૦ લાખ કે તેથી વધુ રકમ ની ( એકી સાથે અથવા બધા વ્યવહારો ને જોડી ને )રોકડી ચુકવણી કરે પણ આ રકમ એક કરોડ થી વધતી ના હોય તો તે પછીની આ રકમ ઉપર ૨% TDS કાપવામા આવશે .

૨) પરંતુ જો આ રકમ એક કરોડ કે તેથી વધી જાય તો તે પછીના વધારા ની રકમ માટે TDS નો દર ૫% થઈ જશે .

જો કે , આ કલમના સુધારામા દશૉવ્યા મુજબ હવે પછીના સમયમા કેન્દ્ર સરકાર RBI ની સાથે સલાહ સુચનાઓ લયને નોટીફિકેશન લાવશે કે જેને આ કલમ લાગુ નહીં પડે અથવા તો લાગુ પડશે તો ધટેલા ( ઓરીજનલ ) દર થી લાગુ પડશે .

જો કે બેકિંગ સિસ્ટમ કે જેને માથે આ કર કપાત ની જવાબદારી રહેશે તે આ સુધારા મુજબ વાષિક પત્રકો ના ભરનાર ને કઇ રીતે ઓળખશે એ તો ચર્ચા નો વિષય રહેશે તેવું જણાઇ રહ્યું છે.

error: Content is protected !!