2017 18 તથા 2018 19 ના જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન તથા ઓડિટ ની મુદત વધારવા માં આવી

Spread the love
Reading Time: < 1 minute

ઉના તા. 15.11.2019: નાણાકીય વર્ષ 2017 18 તથા 2018 19 ના વર્ષ માટે ના જી એસ ટી વાર્ષિક રિટર્ન 9A તથા ઓડિટ 9C ની મુદત માં વધારો જાહેર કરવામાં આવ્યો છે. હવેથી આ મુદત નીચે મુજબ રહેશે.

નાણાકીય વર્ષ 2017 18     31 12 2019

નાણાકીય વર્ષ 2018 19     31 03 2020

ઉપરોક્ત મુદત વાર્ષિક રિટર્ન તથા ઓડિટ બંને ને લાગુ પડશે.

આ ઉપરાંત ઉપરોક્ત બંને વર્ષ માટે ઇનપુટ નું ઇનપુટ સર્વિસ તથા કેપિટલ ગુડ્સ માં વિવરણ તથા HSN અંગે ની વિગતો ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 2 કરોડ સુધી નું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે વાર્ષિક રિટર્ન મરજિયાત બનાવી આપવામાં આવ્યા હતા.

વિવિધ વેપારી એસોશિએશન તથા વ્યવસાયિક એશો. ની માંગણી ને ધ્યાને રાખી આ મુદત વધારા નો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ અંગે નોટિફિકેશન બહાર પડ્યું નથી. નોટિફિકેશન બહાર આવતા આ ફેરફારો લાગુ થઈ જશે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!
18108