2017 18 ના વેટ ઓડિટ માટે ટર્નઓવર અંગે વાણિજ્યક વેરા ખાતા નો ખુલાસો:

Spread the love
Reading Time: < 1 minute

ઉના તા: 28.12.2018: ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. ના 12 ડિસેમ્બર ના પત્ર ના જવાબ માં નાયબ વાણિજ્ય વેરા કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે નીચેના કિસ્સાઓ માં જ 2017 18 ન વર્ષ માટે વેટ ઓડિટ કરાવવું ફરજીયાત રહેશે.

  1. 01.04.2017 થી 30.06.2017 સુધી માં કુલ ટર્નઓવર 1 કરોડ થી વધુ હોય તથા કરપાત્ર ટર્નઓવર 20 લાખ થી વધુ હોય;
  2. 30.06.17ના રોજ C/f કરેલ ક્રેડિટ 5 લાખ થી વધુ હોય.

આ સિવાય ના કિસ્સાઓ માં વેટ ઓડિટ કરાવવાની જરૂર રહેશે નહીં. આ પત્ર થી ઘણા વેપારીઓ નો ઓડિટ અંગે નો ખર્ચ બચશે. મોટા ભાગના કર વ્યાવસાયિકો પહેલેથી આ અર્થઘટન સાથે જ સહમત હતા. પરંતુ આ અગાઉ ખાતા દ્વારા અલગ અર્થઘટન કરવામાં આવ્યું હતું. જોકે ટેક્સ ટુડે ના લેખક કીર્તિભાઈ શાહ નો મત તો હજુ અલગ છે. તેઓ નું આ અંગે અર્થઘટન જાણવા અમારો અન્ય રિપોર્ટ વાંચવા વિનંતી. બ્યુરો રીપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!