2017-18 માટેના GSTR 9 તથા 9C માટે ની મુદતમાં કરવામાં આવ્યો નજીવો વધારો: ગુજરાત માટે 5 ફેબ્રુઆરી છેલ્લી તારીખ
તા. 31.01.2020: નાણાકીય વર્ષ 2017 18 ના વર્ષના જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન તથા જી.એસ.ટી. ઓડિટ ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ 31.01.2020 હતી. સાઈટ ના ચાલવાના કારણે આ મુદત માં નામ માત્ર વધારો કરવામાં આવ્યો છે. હવે કરદાતા માટે વાર્ષિક રિટર્ન તથા ઓડિટ માટે છેલ્લી તારીખ અલગ અલગ રાજ્ય માટે અલગ અલગ રહેશે. ગુજરાત માટે આ મુદત 5 ફેબ્રુઆરી રહેશે. આ પ્રકારના વધારા કરતા પ્રથમ વર્ષ માટે વાર્ષિક રિટર્ન ભરવામાં લેઈટ ફી દૂર થવી જોઈએ તેવી માંગણી કારદાતાઓમાં ઉઠી રહી છે. દર વખતે GST પોર્ટલ ની કામગીરી નબળી હોય મુદત વધારવામાં આવતી હોય, GSTN ઉપર કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી એ બાબત કર વ્યવસાયિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વધારા અંગે હાલ કોઈ નોટિફિકેશન આવેલ નથી. પણ આ અંગે નું નોટિફિકેશન ટૂંક સમયમાં આવશે તેવી ટ્વીટર ઉપર જાહેરાત કરવામાં આવેલ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે