31/12/2018 પછી ઇન્કમ ટૅક્સ રિટર્ન ભરતા લાગશે 10000 લેટ ફી!!

Spread the love
Reading Time: < 1 minute

તા. 15.12.2018, ઉના: 250000/- થી વધુ આવક ધરાવતા વ્યક્તિને કે એચ.યુ.એફ. તથા તમામ ભાગીદારી પેઢી, કંપની વગેરે ને ઇનકમ ટૅક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. સરકારના નવા નિયમો પ્રમાણે જો કોઈ વ્યક્તિ જેની આવક 250000 થી 500000 વચ્ચે હોય તો તે વ્યક્તિ હાલમાં 1000 રૂપયા લેટ ફી ભરી રિટર્ન ભરી શકે છે. પરંતુ જો કોઇ વ્યક્તિની આવક 500000 કરતાં વધુ હોય તે તેને 31/12/2018 સુધી રિટર્ન ભરવા માટે 5000/- લેટ ફી હાલ માં ભરવાની થાય છે. જો આવા વ્યક્તિ 31/12/2018 પછી રિટર્ન ભરશે તો તેઓએ 10000/- ની લેટ ફી ચૂકવવી પડશે. આમ, કોઈ વ્યક્તિને ઇનકમ ટૅક્સ રિટર્ન ભરવા પાત્ર હોઈ અને ભરવાનું બાકી હોય તો તે 31/12/2018 પહેલા ભરી લેવું ખાસ જરૂરી છૅ. અન્યથા વધારા ની લેટ ફી ચૂકવવા પાત્ર બની શકે. રવિ સખનપરા, રિપોર્ટર ટેક્સ ટુડે

error: Content is protected !!