31 ડિસેમ્બર ના રોજ આપવા માં આવેલા મહત્વ ના નોટિફિકેશન અંગે સાદી ભાષા માં સમજ: By ભવ્ય પોપટ, ટેક્સ એડવોકેટ
ઉના, તા: 01.01.19: GST કાયદા માં જેટલી કુલ સેક્શન છે તેના કરતાં વધુ નોટિફિકેશન અત્યાર સુધીમાં સરકાર દ્વારા બહાર પડી દેવામાં આવ્યા છે. આ કારણે જ આ કાયદો નોટિફિકેશન ઉપર નો કાયદો કહેવામા આવે છે. સામાન્ય ભાષા માં નોટિફિકેશન એટ્લે જે તે કાયદા માં સરકાર ને આપવામાં આવેલ સત્તા ની રૂએ કાયદા હેઠળ ના નિયમો તથા તેના સંચાલન માં ફેરફાર કરવા માટે બહાર પાડવામાં આવતો પત્ર. આ નોટિફિકેશન ને ગુજરાતી માં જાહેરનામું કહેવામા આવે છે. આ જાહેરનામું બહાર પડે ત્યારથી તેમાં સૂચવવા માં આવેલ નિયમો અમલી બને. 22 મી ડિસેમ્બર ની મિટિંગ માં કાઉન્સીલ દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવેલ હતી. આમાં ની મોટાભાગ ની જાહેરાતો ને લગતા નોટિફિકેશન 31 ડિસેમ્બર ના રોજ બહાર પાડી દેવામાં આવ્યા છે. મોટા ભાગ ના નોટિફિકેશન ની અમલી તારીખ 31.01.2019 જાહેર કરવા માં આવેલ છે. આ નોટિફિકેશનો પૈકી મારા મતે જે સૌથી મહત્વ ના નોટિફિકેશન લાગ્યા તે અંગે ની એક સૂચિ નીચે આપેલ છે.
- 3B નું પત્રક ડિસેમ્બર 18 સુધી હતું જે હવે લંબાવી 31 માર્ચ 2019 સુધી કરવામાં આવેલ છે. (નોટિ. 70/2018, તા: 31.12.18)
- 2017-18 માટેનું GSTR 9 હેઠળ નું વાર્ષિક રિટર્ન ભરવાની મુદત 30 જૂન 2019 સુધી લંબાવવા માં આવેલ છે. (ઓર્ડર 03/2018, DT: 31.12.18)
- 2017-18 ની બાકી લેવાની રહી ગયેલ ક્રેડિટ હવે માર્ચ 19 ના 3B ની ડ્યુ ડેઇટ સુધી લઈ શકશે. (ઓર્ડર 02/2018, તા:31.12.2018)
- જે વ્યક્તિ પોતાના વેટ અથવા સર્વિસ ટેક્સ અથવા અન્ય કાયદા માં નોંધણી દાખલો ધરાવતા હતા અને કોઈ કારણોસર GST હેઠળ માઈગગ્રેશન કરવી શક્યાં નથી તેમના માટે વધુ એક તક સરકાર દ્વારા આપવામાં આવેલ છે. તેઓએ 28 ફેબ્રુઆરીએ સુધી માં આ માઈગ્રેશન ની વિધિ પૂર્ણ કરી દેવાની રહેશે. (નોટિ. 67, તા: 31.12.18)
- જુલાઇ 17 થી સપ્ટેમ્બર 18 સુધી ના GSTR 1 મોડા ભરવા માટે ની લેઇટ ફી જો રિટર્ન 22.12.18 થી 31.03.19 સુધીમાં ભરવામાં આવે તો જતી કરવા માં આવશે. (નોટિ. 75/2018, તા: 31.12.18)
- જુલાઇ 17 થી સપ્ટેમ્બર 18 સુધી ના GSTR 3B મોડા ભરવા માટે ની લેઇટ ફી જો રિટર્ન 22.12.18 થી 31.03.19 સુધીમાં ભરવામાં આવે તો જતી કરવા માં આવશે. (નોટિ. 76/2018, તા: 31.12.18)
- જુલાઇ 17 થી સપ્ટેમ્બર 18 સુધી ના GSTR 4 મોડા ભરવા માટે ની લેઇટ ફી જો રિટર્ન 22.12.18 થી 31.03.19 સુધીમાં ભરવામાં આવે તો જતી કરવા માં આવશે. (નોટિ. 77/2018, તા:31.12.18)
- જોબ વર્ક માટે નું જુલાઇ 17 થી ડિસેમ્બર 18 નું ફોર્મ ITC 04 ભરવાની મુદત માં વધારો કરી 31 માર્ચ 2019 કરી આપવામાં આવેલ છે. (નોટિ. 78/2018, તા: 31.12.8)
આ નોટિફિકેશન નો એક કર અધિવક્તા તરીકે ઊંડાણ પૂર્વક અભ્યાસ જરૂરી છે. એક વેપારીએ પણ આ અંગે થોડી જાણકારી રાખવી એટલીજ જરૂરી છે. આશા રાખું છું કે આ લેખ આપણે ઉપયોગી થશે.
(આ લેખ માં નોટિફિકેશન અંગે મારા અભિપ્રાય છે. જે અંગે અન્ય અભિપ્રાય અન્ય વ્યક્તિઑ ના હોય શકે છે.)