32મી જી.એસ.ટી. કાઉન્સીલ ની બેઠકમાં નાના વેપારીઓને મોટી રાહત મળવાની સંભવાના, ટર્નઓવરની મર્યાદા માં વધારો થઈ શકે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ 75 લાખ ની તરફેણમાં
માનનીય પ્રધાનમંત્રીશ્રી મોદીસાહેબે પહેલી જાન્યુંઆરી ના રોજ આપેલ એક ઈન્ટરવ્યૂમાં જીએસટી સુધારા બાબત ના એક પ્રશ્નના જવાબમાં જીએસટી મા નંબર લેવામાં ટર્ન ઓવરની મર્યાદા ગવર્મેન્ટ 75 લાખ કરવા ઈચ્છતી હતી પંરતુ સર્વ સમતી નાં થતા આ મુદો નાણામંત્રી ની બનેલ સ્ટેટ ફાઈનાન્સ કમીટી ને સોપવામાં આવ્યો છે.
આ સ્ટેટ કમીટી ના ચેરમેન બીહાર ના ઉપમુખ્યમંત્રી શ્રી સુશીલકુમાર મોદી છે. તેમનાં જણાવ્યા અનુસાર નાના વેપારી અને નાના ઉધોગોને રીફંડ આપવા કરતા આ લીમીટ વધારવી વધારે સરળ અને ફાયદાકારક રહેશે. છતા આ ઘટાડા પછી પણ જી.એસ.ટી. નંબર ધરાવતા વેપારીઓ ની સંખ્યાં અને તેમાંથી થતી આવકમાં ખાસ ફેર નહી પડે. 20 લાખ થી 1 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓની સંખ્યામાંથી 5% જ રેવન્યું ની આવક થાય છે.
આ કમીટીની ભલામણ આવતી મીટીંગ સુધી આવી જશે તેવું મનાઈ રહ્યું છે અને લોકસભાની ચુટણી પહેલાની કદાચ આ છેલ્લી કે છેલ્લેથી બીજી મીટીંગ હોઈ શકે. જે કાઇ મહત્વના નીર્ણય થશે તે આ બાકી રહેલી 1-2 મીટીંગમાં થશે. એક વખત લોકસભાની ચુટણી ના જાહેરાત થશે પછી રેઈટ ઘટાડા કે મતદારો ને લોભ, લાલચ આપતા નીર્ણય જી.એસ.ટી. કાઉન્સીલ લઈ શકશે નહી. લોકસભાની ચુટણીની જાહેરાત અંદાજીત 15 ફેબ્રુઆરી આસપાસ થશે. – લલીત ગણાત્રા, પ્રેસ રીપોર્ટર, ટેક્ષ ટુડે