ઓલ ગુજરાત ફેડરેશનની 32 મી વાર્ષીક સાધારણ સભાનું અમદાવાદ ખાતે આયોજન
પ્રમુખ તરીકે સી.એ. (ડો) વિશ્વેશ શાહ તથા સિનિયર વાઇસ પ્રેસિડેંટ તરીકે આશુતોષ ઠક્કરને આપવામાં આવી જવાબદારી
તા. 08.07.2024: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ એસોસિએશન, અમદાવાદ ની ૩૨મી વાર્ષિક સાધારણ સભા હોટલ પ્રગતિ ઈન ખાતે યોજાઈ.પ્રમુખ સીએ રવિભાઈ શાહે આવકાર આપેલ. ઇલેકશન કમિટીના ચેરમેન પ્રફુલભાઇ શાહે પ્રમુખ પદે સીએ (ર્ડો ) વિશ્વેશ શાહ, સિનિયર વીપી- આશુતોષ ઠક્કર, આઈપીપી-રવિભાઈ શાહ અને કારોબારી સભ્યોમાં આઉટ સ્ટેશન માંથી અમિત સોની, અનિલ શાહ, દીપેશ શાકવાલા, મૌલિન શાહ, મિતીશ મોદી, રમેશ કચરાની, સંજીવ બુદ્ધ
અમદાવાદ થી અનિલ પરીખ, ધ્રુવિન મહેતા, જીજ્ઞેશ ભગત, મૌલીક પટેલ, મૃદાંગ વકીલ, નરેન્દ્ર કરકર, પાર્થ દોશી, રાજેન્દ્ર કાબરા, રતિલાલ વઘાસીયા, રૂપેશ શાહ, શિવમ ભાવસાર, સુવત શાહ, રાકેશ ઠક્કર, હેતલ શાહ અને ઇન્સ્ટિટ્યૂટ મેમ્બર્સ પદે રમેશ ત્રિવેદી, સુનિલ શાહ, ભરત દવે, નીતિન વડોદરિયા, વિનીત સોનીના નામ જાહેર કરેલ તમામ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
વર્ષ ૨૪-૨૫ માં પ્રેસિડેન્ટ ઈમીરેટસ પદે સિનિયર પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી ધીરેશભાઈ શાહ ની વરણી કરવામાં આવી. ધીરેશભાઈ અને અન્ય પાસ્ટ પ્રેસિડેન્ટોએ ગત વર્ષ અને નવા વરાયેલ પ્રમુખો અને ટીમને શુભેચ્છાઓ પાઠવેલ. અંતમાં સૌ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એજીએમને સફળ બનાવવા બદલ મંત્રી અમિત સોની એ સૌ નો આભાર વ્યક્ત કરીને સભા પૂર્ણ જાહેર કરેલ. અમિત સોની, ટેક્સ ટુડે