ધ્યાન આપો, નહીં તો લાગી શકે છે મોટી લેઈટ ફી…
5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતા ખાસ ધ્યાન આપે!!
ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ના 3B લેઈટ ફી વગર ભરવાંની આજે છે છેલ્લી તક
જી.એસ.ટી. કાયદા હેઠળ પાછલા વર્ષમાં 5 કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ એ પોતાના ફેબ્રુઆરી, માર્ચ તથા એપ્રિલ 2020 ના જી.એસ.ટી.આર. 3B રિટર્ન લેઈટ ફી વગર ભરવાની આજે (24 જૂન 2020) છેલ્લી તારીખ છે. જો આ રિટર્ન આજે ભરવામાં ના આવે તો COVID 19 ના કારણે રિટર્ન મોડું ભરવા લેઈટ ફી માં જે માફી આપેલ હતી તે માફી કારદાતાને મળશે નહીં. તેઓ પોતાના રિટર્ન ની સામાન્ય છેલ્લી તારીખથી આજ દિન સુધી ની તમામ લેઈટ ફી ભરવા જવાબદાર બનશે.
ઉદાહરણ તરીકે: મેં. ઉના ટ્રેડર્સ (જેમનું પાછલા વર્ષ નું ટર્નઓવર 5 કરોડ થી વધુ છે) ફેબ્રુઆરી મહિનાનું રિટર્ન 24 જૂન ના રોજ ભારે છે તો તેઓને કોઈ લેઈટ ફી લાગશે નહીં. પરંતુ આ રિટર્ન જો 25 જૂન ના રોજ ભરવામાં આવે તો તેઓને 4700 રૂ ની લેઈટ ફી ભરવી પડશે. આવી રીતે માર્ચ મહિનાનું રિટર્ન 24 ના બદલે 25 જૂન ના રોજ ભરે તો 3200 રૂ જેવી રકમ ભરવાની આવી શકે છે. એપ્રિલ 20 ની રિટર્ન મોડું ભરવા આવે તો 1700 રૂ જેવી લેઈટ ફી લાગી શકે છે.
આ બાબતે ઘણા કરદાતા, એકાઉન્ટન્ટ જાણતા નથી કે COVID 19 ના કારણે રિટર્ન ભરવાની મુદત વધારવામાં આવી નથી પરંતુ લેઈટ ફી શરતોને આધીન માફ કારેલ છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે