50000/- થી વધુ ની રોકડ રકમ સાથે રાખી છે?? તો તે અંગે ના પુરાવા સાથે રાખવા.. કલેક્ટર ગીર સોમનાથ:
ઉના, તા: 22.03.2019: કલેક્ટર ગીર સોમનાથ એ એક ટ્વિટ દ્વારા જાહેરાત કરી છે કે જે કોઈ વ્યક્તિ 50000/- થી ઉપર ની રકમ સાથે રાખેલ છે તેઓએ આ 50000/- ની રકમ ના સ્ત્રોત તથા ઉપયોગ અંગે ના જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે રાખવા જરૂરી છે. લોકસભા ચૂટણી ને ધ્યાને રાખી આ પ્રકાર ની જાહેરાત કરવામાં આવેલ છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ, બેન્ક, પોસ્ટ ઓફિસ વી ના અધિકારીઓ સાથે ની એક મહત્વ ની બેઠક યોજી આ અંગે ચર્ચા યોજવામાં આવી હતી. ચૂટણી દરમ્યાન કળા નાણાં નો ઉપયોગ નિવારી શકાય આ હેતુ થી આ પગલું લેવામાં આવ્યું છે.
ટેક્સ ટુડે પોતાના વાચકો ને આ અંગે ખાસ અપીલ કરે છે કે લોકસભા ચૂટણી ની કાર્યવાહી પૂર્ણ ના થાય ત્યાં સુધી પોતાની સાથે જરૂરીયાત મુજબ શક્ય એટલી ઓછી રોકડ સાથે રાખવી હિતાવહ છે. જો રોકડ રકમ 50000/- થી ઉપર હોય તો આ અંગે ના દસ્તાવેજી પુરાવા પણ સાથે રાખવા ખૂબ જરૂરી છે.
ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે