ઓલ ગુજરાત ફેડરેશન દ્વારા ગોધરા ખાતે સેમિનાર નું આયોજન
બરોડા: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કંસલટન્ટસ તથા ટેક્સ પ્રેક્ટિશનર એશો. ગોધરા ના સંયુક્ત ઉપક્રમે એક સેમિનાર નું આયોજન તા 16.2.19 ના રોજ, ગોધરા ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં અમદાવાદ ના જાણીતા એડવોકેટ સમીર સિદ્ધપુરીયા દ્વારા વાર્ષિક રિટર્ન તથા વેટ ઓડિટ અંગે માહિતી આપવામાં આવેલ હતી. અમદાવાદ ના પ્રખ્યાત CA પુનિત પ્રજાપતિ દ્વારા, જી.એસ.ટી. હેઠળ લાગુ કરવામાં આવેલ અદ્યતન સુધારા અંગે માહિતી આપવામાં આવી હતી. ઓલ ગુજરાત ફેડરેશન ના પ્રમુખ CA આશુતોષ નાણાવટી તથા ટેક્સ પ્રેક્ટીશનર એશો. ગોધરા ના પ્રમુખ CA જ્યોતીન્દ્ર રાવલ દ્વારા પ્રોગ્રામ ના સફળ આયોજન બદલ તેમની ટીમ અને વિશેષ માં વરિષ્ઠ એડવોકેટ સુનિલ શાહ તથા તમામ ડેલીગેટ્સ નો ખાસ આભાર માન્યો હતો.
ચિંતન પોપટ, રિપોર્ટર ટેક્સ ટુડે