સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 29 એપ્રિલ 2019
- સરકાર શ્રી એ 40 લાખ થી ઓછુ વાર્ષીક કૂલ ટર્નઓવર ધરાવતા વ્યક્તી ને GST રજીસ્ટ્રેશન લેવા માંથી મુકતી આપવામાં આવી છે. નોટીફીકેશન મુજબ શબ્દ જોતા “Any person, who is engaged in exclusive supply of goods and whose aggregate turnover in the financial year does not exceed forty lakh rupees” એવુ લખાણ છે.
તો 40 લાખ થી ઓછુ માલનુ (સેવા નુ નહીં) કૂલ ટર્નઓવર હોય અને બેન્ક સેવિંગ કે એફ.ડી. ના વ્યાજ ની આવક અથવા મકાન ભાડા ની આવક રૂ/- 1 થાય તો આપના મતે GST રજીસ્ટ્રેશન કરાવવાની જવાબદારી આવે કે કેમ ? જીતેશ વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: એફ. ડી. પર વ્યાજ ની આવક Exempted Supply છે. ટોટલ ટર્નઓવર ની ગણત્રી કરવામાં Exempted Supply પણ તેનો ભાગ છે છતા વીભાગ સ્પષ્ટતા કરી છે કે Composition માટે આ વ્યાજ ટર્નઓવર નો ભાગ ગણાશે નહી. 40 લાખે રજીસ્ટ્રેશન વારા કેસમાં હજુ કોઈ સ્પષ્ટીકરણ આવેલ નથી. જ્યાં સુધી આવું સ્પષ્ટીકરણ ના આવે ત્યાં સુધી FD વ્યાજ ને ટર્નઓવર નો ભાગ ગણવો જોઈએ અને નંબર પણ 20 લાખે જ લેવાનો થશે તે ઉપરાંત મકાન ભાડાની આવક ટર્નઓવર નો ભાગ જ હોય નંબર 20 લાખે જ લેવાનો થશે
- મારા અસીલે GST નંબર મેળવી રહેણાંક એપાર્ટમેંટ બનાવેલ છે. હજી સુધી એક પણ ફલેટ વહેચાયેલ નથી કે બાંધકામ દરમ્યાન બુકિંગ amount મેળવેલી નથી આ દરમિયાન કરેલ ૨૦૧૭-૨૦૧૮ તથા ૨૦૧૮-૨૦૧૯ માં બાંધકામ મટીરીયલ ની ખરીદી ની credit gstr ૩b માં દર્શાવેલ તેથી તે અંગે ની credit, credit ledger માં છે. હવે તેઓ completion certy મેળવી ને sale deed દ્વારાજ વેચાણ કરશે એટલે કે GST માં મારા મત મુજબ exempt સેલ બતાવાનું રહેશે હવે credit ledger માં જમા ર્રહેલ credit રીવર્સ કેવી રીતે કરવી યોગ્ય ગણાય . ખરીદી તો હવે આવશે નહિ ફક્ત exempt sales આવશે . gstr ૩B માં જે તે માસ માં ITC ના હોય ને credit REVERCE કરીએ તો PREVIEW માં DISPLAY થાય છે BUT credit ledger માં LESS થતા નથી. ધર્મેશ પરમાર
જવાબ: માફી પાત્ર સપ્લાય માં ક્રેડીટ રીવર્સ કરવાની રહે છે. અત્યાર સુધી ના નોર્મલ કેસમાં આઈટીસી રીવર્સ કરીએ એટલે ક્રેડીટ લેઝર માં ઓછી થઈ જતી હતી. જો ના થતી હોય તો https://selfservice.gstsystem.in/ પર ફરીયાદ કરવાની રહેશે. પંરંતુ આ પહેલા યોગ્ય રીવર્સલ ના ખાના માં ફીગર નાખેલ છે કે નહી તે ફરીથી ચેક કરી લેવું
- સરકાર શ્રી ની જે રિઅલ estate પ્રોજેક્ટ ની 1% or 5% ની સ્કીમ 1-4-19 થી જાહેર થયેલ છે તેમાં મારા મત મુજબ સ્કીમ માં ના રહેવા માટે અરજી કરવાની છે તો અરજી પોર્ટલ માં કરવાની છે કે પ્રોપર OFFICER ને અને કઈ તારીખ સુધી માં ? ધર્મેશ પરમાર
જ્યુરીડીકશન AC/DC માં મેન્યુલ તા 10.05.19 પહેલા અરજી કરવાની રહે છે. જો આવી અરજી નહી કરવામાં આવે તો ઓટોમેટીક તમે નવી સ્કીમ નો લાભ લેવા માંગો છો તેમ ગણીને નવી સ્કીમ લાગુ થઈ જશે. જુની સ્કીમ માં રહેવા અરજી કરવી ફરજીયાત છે.
- અમો જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વ્યક્તિ છીએ. શું અમારે CA ને ચૂકવવા ની થતી ઓડિટ ફી ઉપર તથા એકાઉન્ટન્ટ ને ચૂકવવા ની થતી ફી ઉપર RCM ભરવાનો રહે? હર્ષ સભડિયા, સુરત
ચાર્ટડ એકાઉન્ટ કે એકાઉન્ટટ ને થતી ફી ચુકવણી પર કોઈ પણ પ્રકાર નો RCM હાલ લાગુ પડતો નથી. એડવોકેટ ની ફી ઉપર જ રીવર્સ ચાર્જ લાગુ પડે છે.
- અમારા અસીલ રાઈસ-પેડ્ડી મિલ ધરાવે છે. આ મિલ માં પેડ્ડી મિલ કરાવવા ખેડૂત આવતા હોય છે. ખેડૂત ને આપવામાં આવેલ મિલિંગ ની સેવા કરમુક્ત ગણાય? અમો અન્ય નોંધાયેલ વ્યક્તિ ઑ ને પણ મિલિંગ કરી આપીએ છીએ. આ B2B મિલિંગ સેવા ઉપર કેટલા દરે જી.એસ.ટી. લાગે.?
સ્નેહલ મોદી,
આપના બને કેસમાં આ સેવા કરપાત્ર ગણાશે. ખેડુત ને આપવામાં આવેલ મિલિંગ ની સેવા પણ કરપાત્ર સેવા છે અને અન્ય નોંધાયેલ વ્યક્તિઓને પણ મિલિંગ કરવાની સેવા કરપાત્ર છે. સર્ક્યુલર 19/19/2017 મુજબ આવા પ્રોસેસીગ ચાર્જ પર 5 ટકા જીએસટી લાગુ પડશે.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો
અંક 1: 25.03.2019
https://taxtoday.co.in/news/9908
અંક 2: 01.04.2019
https://taxtoday.co.in/news/9978
અંક 3: 08.04.2019
https://taxtoday.co.in/news/9978
અંક 4: 15.04.2019
https://taxtoday.co.in/news/10007
અંક 5: 22.04.2019
https://taxtoday.co.in/news/10029
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.