ઇન્કમ ટેક્સ ના (I & CI) દ્વારા S.F.T. (સ્પેસીફાઇડ ફાઇનાન્સિયલ ટ્રાન્સએક્શન) વિશે યોજાયો સેમિનાર
ઉના તા: 01.05.2019: ઇન્કમ ટેક્સ ખાતા ની ઇન્ટેલિજન્સ એન્ડ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આવક વેરા કાયદા હેઠળ નિયત નાણાકીય વ્યવહાર કરનાર વ્યક્તિ દ્વારા ભરવાના થતા રિટર્ન ની માહિતી આપવા બાબતે સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર વેરાવળ ની હોટેલ કાવેરી ખાતે યોજાયો હતો. સેમિનાર માં I and CI વિંગ ના ઓફિસર વિશ્વ રંજનજી દ્વારા ઉપસ્થિત લોકો ને “સ્પેશિફાઇડ ફાઇનાન્સિયલ ટ્રાન્સએક્શન” તથા તેને રિપોર્ટ કારવાની જોગવાઈ ની માહિતી સરળ ભાષા માં આપી હતી. ઇન્સ્પેકટર શ્રી ઠાકરે પણ ગુજરાતી માં નિયમો વિશે માહિતિ આપેલ હતી. વેરાવળ ખાતે ના ઇન્કમ ટેક્સ પ્રેક્ટિસ કરતા CA, એડવોકેટ્સ, બેન્ક સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ આ સેમિનાર નો લાભ લીધો હતો. સેમિનાર ના અંત માં CA એશો. વતી શ્રી આર.આર. પરમાર દ્વારા કરદાતાઓ ને આ નિયમો પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી. ગીર સોમનાથ ટેક્સ બાર એશો. ના પ્રમુખ શ્રી એન. ટી. ભીંડોરા દ્વારા ઉપસ્થિત ઇન્કમ ટેક્સ ની ટીમ નો સરળ ભાષામાં જટિલ જોગવાઈઓ ની સમજ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ભવ્ય પોપટ એડિટર, ટેક્સ ટુડે