એમ્પ્લોયરે હવેથી ફોર્મ-૧૬ (પાર્ટ-એ અને પાર્ટ-બી) ઇન્કમ ટેક્સ ના Traces પોર્ટલ માંથી ડાઉનલોડ કરવુ ફરજિયાત છે.
By પ્રશાંત દેશાવલ, એડવોકેટ
આ વર્ષ થી સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષીસ એ આપણા ટેક્ષ ફાઇલ કરવાની સીસટ્મ મા થોડા ઘણા ફેરફારો કર્યા છે. ખાસ કરી ને નોકરિયાત વ્યક્તિ ને ફોર્મ 16 આપવા જવાબદાર નોકરીદતાએ ફોર્મ-૧૬ ના પાર્ટ-બી મા સુધરો કર્યા પછી, CBDT એ એક નોટીફીકેસન બહાર પાડી ને એમ્પ્લૉયર ને ફૉર્મ- ૧૬ ના પાર્ટ-બી ને Traces પોર્ટલ પરથી ડાઊનલોડ કરવૂ ફરજિયાત કરી દીધું છે. આ નોટીફીકેસન ૬ મે ૨૦૧૯ ના રોજ બહાર પાડવામા આવેલ છે.
ફોર્મ-૧૬ નું પાર્ટ-એ માં એમ્પ્લોયેર્સ આખા વર્ષમાં તેના કર્મચારી ના પગાર માંથી જે પણ ટેક્ષ કાપતા તે અંગે ની વિગત દર્શાવામાં આવે છે. પાર્ટ-બી માં એમના પગાર ની વિગતો દર્શાવામાં આવે છે, જેમ કે; પગાર, ટેક્ષ કપાત, ભથ્થું, અનુમતિઓ, વિગેરે.
પહેલા એમ્પ્લોયેર્સ માટે ખાલી ફોર્મ-૧૬ ના પાર્ટ-એ ને જ Traces પોર્ટલ પરથી ડાઉનલોડ કરવું ફરજિયાત હતું. પાર્ટ-બી મોટાભાગે એમ્પ્યોયર “ઓફલાઇન” આપતા હતા. આ કારણે પાર્ટ-એ બધા માટે સરખુ રહેતું અને પાર્ટ-બી બધા માટે અલગ અલગ રહેતું. હવેથી ફોર્મ-૧૬ નું પાર્ટ-બી પણ TRACES પોર્ટલ પરથી ડાઉનલોડ કરવું ફરજિયાત છે. એટ્લે પાર્ટ-બી પણ બધા માટે સરખુ જે રહેશે. હવેથી ટીડીએસ સર્ટિફિકેટમાં પણ સપ્રમાણતા જોવા મળસે કારણકે એમ્પ્લોયેર્સએ પોતે હવે ફોર્મ-૧૬ ના પાર્ટ-એ અને પાર્ટ-બી જાતેજ TRACES પોર્ટલ માથી ડાઉનલોડ કરવાનું રહેશે.
હાલમાં જ ફોર્મ-૧૬ અને ફોર્મ-૨૪Q માં ફેરફાર કરવામાં આવ્યા છે. જેનાથી ટેક્ષ ડિપાર્ટમેંટ ને વિગતવાર આવક ની અને ટેક્ષની વિગત જોવા મળશે. આ વિગતો માં કર્મચારીએ પોતાના એમ્પ્લ્યોયર પાસે ક્લેમ કરેલ કર કપાત ની માહિતી પણ મળી રહેશે. અમુક સંજોગો માં એવું જાણવા મળેલ છે કે કરદાતા દ્વારા આપવામાં આવેલ રિટર્ન ની વિગતો તથા નોકરીદતા તરફથી આપવામાં આવેલ વિગતો માં તફાવત રહેતો. હવે આવા કિસ્સાઓ ઉપર પણ લગામ લગાવી શકશે.
ફોર્મ-૧૬ ના સુધારાની સાથે સાથે ફોર્મ-૧૬ ને પણ બીજા ઇનકમ ટેક્ષ રિટર્ન ના ફોર્મ સાથે જોડી દેવામાં આવેલ છે, જે ૨૦૧૮-૧૯ ના નોટિફિકેશન માં દર્શાવેલ છે. તેમ છતાય જે લોકો ITR-૨ ફાઇલ કરતાં હોય છે એમેણે ફોર્મ-૧૬ ની સાથે સાથે તેમના પગાર ની સ્લીપ પણ હોવી ફરજિયાત છે એ જોવા માટે કે એમનો સામાન્ય પગાર, ભથ્થું, અને બીજી અનુમતીઓ બરાબર દર્શાવેલ છે કે નહીં. ફોર્મ-૧૬ ના સુધારા ની નોટિફિકેશન એપ્રિલ ૧૨, ૨૦૧૯ ના રોજ બહાર પાડવામા આવેલ છે.