ઇનકમ ટેક્ષ ના કાયદા હેઠળ ફોર્મ-15H સ્વીકારવાની લીમીટ કલમ 87A ના રીબેટ બાદ ગણવાની રહેશે.
By પ્રશાંત દેશાવલ, અડવોકેટ
ઇનકમ ટેક્ષ એક્ટ ના સેક્શન 87A માં સુધારા પછી AY ૨૦૨૦-૨૧ એટ્લે કે FY ૨૦૧૯-૨૦ થી સેક્શન 87A હેઠળ નું ટેક્ષ રીબેટ રૂ. ૫૦૦૦/- થી વધી ને રૂ. ૧૨,૫૦૦/- કરવામાં આવ્યું છે. આ રીબેટ ભારત ના રહેવાશી હોય તેવા તમામ કરદાતાઓ ને લાગુ પડશે.
આ ઉપરથી એવો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ફોર્મ-15H સ્વીકારવા માટે કઈ લીમીટ ધ્યાને લેવાની રહેશે? 3,00,000/- ની મુક્તિ મર્યાદા કે કલમ 87A હેઠળ રીબેટ બાદ કર્યા બાદ ની રકમ? આ અંગે નો ખૂલશો કરવા CBDT દ્વારા એક નોટિફિકેશન નં. ૪૧/૨૦૧૯/F નં. ૩૭૦૧૪૨/૫/૨૦૧૯-TPL તા. ૨૨ મે ૨૦૧૯ ના રોજ બહાર પાડવામાં આવેલ છે. આ નોટિફિકેશન મુજબ બૅન્ક, અન્ય નાણાકીય સંસ્થાઓ વિગેરે એ વરિષ્ઠ નાગરીકો ના કિસ્સા માં 15H નું ફોર્મ સ્વીકારતા સમયે કલમ 87A નું રીબેટ ને ધ્યાને લઈ સ્વીકારવાનું રહેશે. આને સરળ ભાષા માં સમજવા માટે નીચે એક ઉદાહરણ આપેલ છે.
ઉ.ત.:- મિસ્ટર A ભારત ના નાગરીક છે, તેમની ઉમર 6૨ વર્ષ છે અને તેમની FY ૨૦૧૯-૨૦ ની વાર્ષિક આવક નીચે પ્રમાણે છે.
પેન્સન ની આવક – ૨,૪૦,૦૦૦/-
ઘર ના ભાડા ની આવક – ૧,૮૦,૦૦૦/-
મુદતી થાપણ (FD) નું વ્યાજ – ૪૫,૦૦૦/-
સેવિંગ બૅન્ક ખાતા નું વ્યાજ – ૧૫,૦૦૦/-
કુલ આવક – ૪,૮૦,૦૦૦/-
બાદ : કલમ 80TTB હેઠળ મળતી કપાત – ૫૦,૦૦૦/-
કુલ આવક – ૪,૩૦,૦૦૦/-
કૂલ આવક ઉપર ટેક્ષ
૨,૫૦,૦૦૦/- ઉપર – શૂન્ય
૧,૮૦,૦૦૦/- ઉપર – ૯,૦૦૦/-
(૪,૩૦,૦૦૦ – ૨,૫૦,૦૦૦)
સેસ @ ૪% – ૩૬૦/-
કૂલ ટેક્ષ – ૯,૩૬૦/-
બાદ : કલમ 87A હેઠળ મળતુ રીબેટ – ૯,૩૬૦/-
(કૂલ ટેક્ષ અથવા ૧૨,૫૦૦ બન્ને માંથી
જે ઓછું હોય તે)
નેટ ટેક્ષની ચુકવણી – શૂન્ય
ઉપરોક્ત ઉદાહરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે મિસ્ટર A ભારત ના રહેવાશી છે અને તેમની ઉમર ૬૨ વર્ષ છે, એટ્લે કે ભારત ના વરિષ્ઠ નાગરીક છે. તેમની કૂલ વાર્ષિક આવક ૩,૦૦,૦૦૦/- કરતાં વધારે એટ્લે કે ૪,૮૦,૦૦૦/- છે, જે કલમ 80TTB હેઠળ મળતી કપાત બાદ પણ ૪,30,000/- છે. અને કલમ 87A હેઠળ મળતુ રીબેટ બાદ કરતાં એમની નેટ ટેક્ષ ચુકવણી શૂન્ય હોવાથી મિસ્ટર A ફોર્મ-15H બૅન્ક અન્ય નાણાકીય સંસ્થાઓ સ્વીકારવા પાત્ર છે.