N A C ઑફ GSTP ની અમરેલી જિલ્લા ટિમ દ્વારા કેન્દ્ર ના મંત્રી શ્રી પુરષોતમ રૂપાલા ને એડવોકેટ તથા ટેક્સ પ્રેક્ટિશનર્સ ને જી.એસ.ટી. ઓડિટ મળે તે અંગે રજુઆત
તા. 28.07.2019: નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ ના અમરેલી જિલ્લા સંયોજક મનીષ દવે તથા તેમની ટિમ દ્વારા ઓડિટ અંગે ની માંગણીઓ ને લઈને કેન્દ્ર સરકાર માં મંત્રી અને ભા.જ.પ. ના આગેવાન પુરુષોત્તમભાઈ રૂપાલા ની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે હાલ જી.એસ.ટી. કાયદા હેઠળ ઓડિટ કરવાની સત્તા માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ ને આપવામાં આવેલ છે. વિવિધ વેટ કાયદા હેઠળ આ સતા એડવોકેટ તથા પ્રેક્ટિશનર્સ ને પણ આપવામાં આવેલ હતી. આવીજ રીતે જી.એસ.ટી માં પણ આ સત્તા આપવાની માંગણી લાંબા સમય થી NAC કરી રહી છે. પુરષોતમ રૂપાલા એ આ રજુઆત યોગ્ય આગેવાનો તથા સતાધિકારીઓ ને પહોંચાડવા ની હૈયાધારણા ટિમ NAC ને આપેલ હતી. નીરવ ઝીંઝુવાડિયા, પ્રેસ રિપોર્ટર ટેક્સ ટુડે, અમરેલી