સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ:12th August 2019
- અમારા અસીલ રોડ બનાવવાના કામ માં લેબર સપ્લાય ની સેવા આપે છે. આ કામ માં રોડ બનાવવા ગ્રામ પંચાયત માલ ખરીદે છે. અમારા અસીલ માત્ર લેબર સપ્લાય ની સેવા આપે છે. આ કામ માં જી.એસ.ટી. લાગે? લાગે તો ક્યાં દરે? સુરેશભાઇ ગજ્જર, કડી
જવાબ: આપના અસીલ રોડ બનાવવા ના કામ માં માત્ર લેબર સપ્લાય કરે છે તો અમારા મતે તેમને જી.એસ.ટી. હેઠળ NIL રેઇટ લાગુ પડે. આ માટે નોટિફિકેશન 12/2017, તા: 28.06.2017 ની એન્ટ્રી 3 લાગુ પડે.
- અમારા અસીલ જ્વેલરી નો નવો શો રૂમ બનાવે છે. આ શો રૂમ માટે તે ફર્નિચર કામ કરાવે છે. આ ફર્નિચર માં વપરાતા લેમીનેટ્સ, પ્લાઇવૂડ, વિનર, ફેવિકોલ, હાર્ડવેર ની ક્રેડિટ મળે? તેઓ એ ખરીદી કરેલ AC,TV, જનરેટર,LED લાઇટ તથા ઇંટિરિયર ડેકોરેટર ને ચૂકવેલ ફી માં રહેલ જી.એસ.ટી. ની ક્રેડિટ મળે? પી.ડી. વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ
જવાબ: આ પ્રકાર ની ક્રેડિટ નક્કી કરવી ખૂબ જટિલ છે. આવા કિસ્સા માં અમારા મતે “immovable test” સૌથી વધુ ઉતમ રહે. જો ફર્નિચર બિલ્ડીંગ સાથે ફિક્ષ કરી દેવામાં આવ્યું હોય તો આ ફર્નિચર ની ક્રેડિટ ના મળે. જો આ ફર્નિચર ફિક્ષ ના કરવામાં આવ્યું હોય તો આ ફર્નિચર ની ક્રેડિટ મળે. AC,TV, જનરેટર,LED લેમ્પ જો ધંધા ના ઉપયોગ મતે હોય તો તેની ક્રેડિટ અમારા મત મુજબ મળે.
- જી.એસ.ટી ઓડીટ માં કેશ ફ્લો સ્ટેટમેન્ટ ની શું જરૂરિયાત છે. શું આ કેશ ફ્લો સ્ટેટમેન્ટ જી.એસ.ટી. ઓડિટ સાથે અપલોડ કરવાનું થાય? હોઝેફા, દાહોદ
જવાબ: કેશ ફ્લો સ્ટેટમેન્ટ ની જી.એસ.ટી. ઓડિટ માં અમારા મતે કોઈ જરૂરિયાત નથી. માત્ર કંપની કરદાતાઓ માં જ્યાં આ અપલોડ કરવું ફરજિયાત છે ત્યાંજ આ અપલોડ કરવું કોઈએ તેવું અમે માણીએ છીએ.
- સર્ક્યુલર 92/11/2019, તા: 07.03.2019 મુજબ કોઈ વેપારી ગિફ્ટ આપે તો સપ્લાય ગણાઈ નહીં. અને તેથી તેની ખરીદી ઉપર ચૂકવેલ ITC ના મળે. પરંતુ જી.એસ.ટી. કાયદા ને સલગ્ન જી.એસ.ટી. શિડ્યુલ મુજબ વ્યક્તિ ને ગિફ્ટ આપવામાં આવે તો તે સપ્લાય ગણાય તેવું જણાવવા માં આવેલ છે. અમારો પ્રશ્ન એ છે કે, કોઈ પેઢી/કંપની/મંડળી જો પોતાના કર્મચારી ને ગિફ્ટ આપવા કાર, સ્કૂટર, મોબાઈલ ખરીદે તો શું તેની ક્રેડિટ તેમને મળે કે નહીં. આ પ્રશ્ન ના વેપારી નો ધંધો કાર, સ્કૂટર કે મોબાઈલ ફોન વેચવાનો નથી. જીતેશ પટેલ, જેતપુર
જવાબ: શિડિયુલ 1 માં જે ડીમ્ડ સપ્લાય ની વાત છે તે જી.એસ.ટી હેઠળ નોંધાયેલા “રિલેટેડ કે ડિસટિંકટ” વ્યક્તિ ઑ ને કરેલ સપ્લાય માટે છે. આવા કિસ્સા માં ક્રેડિટ રિવર્સ કરવાની ના રહે કારણકે આ કિસ્સા માં ગિફ્ટ ને સપ્લાય ગણી લેવામાં આવે છે. અન્ય કિસ્સાઓ માં (બિન નોંધાયેલ) ગિફ્ટ માં આપેલ માલ ની ક્રેડિટ રિવર્સ કરવી પડે. કોઈ પેઢી/કંપની/મંડળી પોતાના કર્મચારી ને ગિફ્ટ આપવા કાર, સ્કૂટર, મોબાઈલ ખરીદે તો ક્રેડિટ રિવર્સ કરવાની રહે.
- અમારા અસીલ DTH ના રિચાર્જ અંગે ખરીદી તથા વેચાણ કરવાનું કામ કરે છે. તેમણે કંપની દ્વારા ઇન્સેંટિવ સ્વરૂપ ની ક્રેડિટ નોટ આપવામાં આવેલ છે. આ ઇન્સેંટિવ માં જી.એસ.ટી. કંપની એ અલગ દર્શાવેલ હોતો નથી. આ ઇન્સેંટિવ ની રકમ ઇન્કમ ટેક્સ ના 26AS માં દર્શાવવા માં આવે છે. શું આ રકમ અમે P&L માં જમા કરીએ તો શું અમારે આ રકમ ઉપર જી.એસ.ટી. ભરવાનો થાય? ભાવિન છગ, એકાઉન્ટન્ટ, ઉના
જવાબ: આપના પ્રશ્ન ના જવાબ માટે CBIC સર્ક્યુલર 105/24/2019-GST નો આધાર લેવો રહ્યો. આ સર્ક્યુલર મુજબ જો કંપની દ્વારા તમને ચૂકવવા માં આવતું ઇન્સેંટિવ, મૂળ વેચાણ ને લગતી અન્ય કોઈ જવાબદારી ને અનુષંગીક ના હોય તો આ પ્રકાર ના ઇન્સેંટિવ ને અલગ સપ્લાય ગણવું પડે. આપના કિસ્સામાં જો “ઇન્સેંટિવ” ની રકમ વેચાણ વધારવા માટે કે ટાર્ગેટ પૂરો કરવા માટે મળે તો એ ડીલર દ્વારા કંપની ને સપ્લાય ઓફ સર્વિસ ગણાઈ. આ સપ્લાય ઉપર કરદાતાએ (આપના અસિલે) જી.એસ.ટી. ભરવાનો રહે. આ જી.એસ.ટી. 18% ના દરે ભરવાનો રહે.
- અમારા અસીલ ના ક્રેડિટ લેજર માં 100000/- જેટલી ક્રેડિટ રહેલ છે. 2017-18 નું વાર્ષિક રિટર્ન ભરવા સમયે 10000/- જેટલી રકમ ભરવાની નીકળે છે. શું આ રકમ રોકડ થી ભરવી ફરજિયાત છે? આ રકમ ક્રેડિટ લેજર માથી DRC દ્વારા ના ભરી શકાય? જો ક્રેડિટ લેજર માં રકમ જમા હોય છતાં શું DRC માં વ્યાજ ભરવું પડે? દેવેન્દ્ર સોલંકી, વઢવાણ
જવાબ: આપ, વાર્ષિક રિટર્ન ભરી ને DRC 03 ફાઇલ કરો તો કેશ માંજ રકમ ભરવી પડે. આ જવાબ નો આધાર CBIC ની વાર્ષિક રિટર્ન સાથે આવેલ સૂચનાઓ ને લીધેલ છે. પરંતુ આપ વાર્ષિક ફાઇલ કર્યા પહેલા DRC-03 માં વોલંટરી સિલેક્ટ કરી તમે પડેલ ક્રેડિટ નો લાભ લઈ શકો છો.
વ્યાજ બાબતે હાલ કાયદા મુજબ જોવા જઈએ તો આપ વ્યાજ ભરવા જવાબદાર છો. પરંતુ ભૂતકાળ માં જૂના કાયદાઓ (વેટ, સર્વિસ ટેક્સ વી.) માં આ અંગે ચૂકડાઓ હતા કે જ્યારે સરકાર ને કોઈ આર્થિક નુકશાન થયું હોય તો જ વ્યાજ ભરવાની જવાબદારી આવે. આમ, જો હાલ વ્યાજ ના ભરવામાં આવે તો ભવિષ્ય માં આંગે ના કોઈ ચુકાદા આવે તો લાભ મળી શકે.
- અમારા અસિલે રૂ 50 લાખ ની મશીનરી ખરીદેલ છે. આ મશીનરી ઉપર અમોને અંદાજે 10 લાખ જેવી સબસિડી મળેલ છે. શું આ 10 લાખ ની રકમ ઉપર ક્રેડિટ નો ઘટાડો કરવો પડે? પાર્થ વાલાણી વઢવાણ
જવાબ: ના, તમારા અસીલ ને મળેલ 10 લાખ ની સબસિડી ઉપર કોઈ ક્રેડિટ ઘટાડો કરવો ના પડે.
- અમોને જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર દ્વારા 5% લેખે વ્યાજ સબસિડી આપેલ છે. આ વ્યાજ સબસિડી ઉપર શું અમારે કોઈ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? પાર્થ વાલાણી વઢવાણ
જવાબ: ના, વ્યાજ સબસિડી ઉપર કોઈ પણ પ્રકાર ના જી.એસ.ટી. ભરવાની જવાબદારી ના આવે.
- અમારા એક અસીલ ની ભાગીદારી પેઢીમાં તારીખ 25.07.2019 ના રોજ એક ભાગીદાર નું અવસાન થઈ ગયું. બાકી રહેતા ભાગીદારે માલિકી ધોરણે 26.07.2019 થી નવો નંબર લીધેલ છે. મારા પ્રશ્ન એ છે કે:
જુલાઇ 3B તથા Q 2 નું જી.એસ.ટી.આર. 1 જૂના નંબર માં ભરવું કે નવા નંબર મુજબ?
26.07.19 બાદ કદાચ જૂના જી.એસ.ટી. નંબર વાળા બિલ આવી ગયા હોય તો શું કરી શકાય? વિજય બી. સરધારા, એડવોકેટ, જુનાગઢ
જવાબ: તમારા કિસ્સામાં 25.07.2019 સુધી ફર્મ નું 3B તથા GSTR 1 ભરવાનું રહે. 26.07.19 થી નવો નંબર પ્રોપરાઇટર નો લીધેલ હોય 26.07.19 થી પ્રોપરાઇટર નું 3B તથા GSTR 1 ભરવાનું રહે. જો 26.07.19 થી જૂના GST નંબર વાળા બિલો આવે તો આ અંગે સપ્લાયર નું ખાસ ધ્યાન દોરી નવા પ્રોપરાઇટર ના બિલો મેળવાવવા અને તેમણે GSTR 1 માં પણ એમેંડ કરાવવા.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.