ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ દ્વારા 2018-19 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ની સમય મર્યાદા વધારવા રજુઆત
તા. 13.08.19: દેશ ના એડવોકેટ, CA તથા ટેક્સ પ્રેક્ટિશનર્સ ના સૌથી મોટા એશોશીએશન ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ (AIFTP) દ્વારા નાણાં મંત્રી નિર્મલા સિથારમન તથા CBDT ચેરમેન પ્રમોદચંદ્ર મોદી ને નાણાકીય વર્ષ 2018 19 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ની મુદત વધારવા રજુઆત કરવામાં આવેલ છે. ઓડિટ વગર ના કેસ માટે 30.09.19 તથા ઓડિટ વાળા કેસ માટે તારીખ 31.10.19 કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે. હાલ આ તારીખ 31.08 તથા 30.09 છે. આ માટે ભારત ના 9 રાજ્યો માં પુર ની સ્થિતિ, આવા રાજ્ય માં બીમારી ની પરિસ્થિતિ, ઇલેક્ટ્રીક પ્રોબ્લેમ, જી.એસ.ટી. વાર્ષિક ની છેલ્લી તારીખ સાથે હોવા સહિત ના કારણો આપવામાં આવેલ છે. આ અંગે ની રજુઆત AIFTP ના જનરલ સેક્રેટરી આનંદ કુમાર પસારી દ્વારા 13 ઓગસ્ટ ના રોજ કરવામાં આવેલ છે.