અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ હેઠળ ગીર સોમનાથ જિલ્લા ની સાધારણ સભા યોજાઈ
તાલાળા તા. 06.09.19: અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ હેઠળ ગીર સોમનાથ જિલ્લા ની સાધારણ સભા નું આયોજન આજરોજ નગરપાલિકા હાઇસ્કૂલ તાલાલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં ગીર સોમનાથ જિલ્લા શાળા સંચાલક મંડળના વિભિન્ન આગેવાનો અઘ્યક્ષ કરશનભાઇ સોલંકી, નાયબ અધ્યક્ષ નરેન્દ્રભાઈ વાઢેર, મહામંત્રી ડાયાભાઇ વાઘસિયા, પ્રમુખ ચીમનભાઈ અઢિયા સહિત ના આગેવાનો આયોજકો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંડળ ના રાજ્ય ના પ્રમુખ નારણભાઇ પટેલ સભા ના અધ્યક્ષ તરીકે, બોર્ડ ના સભ્યો ડો પ્રિયવદન કોરાટ તથા કે એ બુટાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભા માં શાળા સંચાલન ને લાગતા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. માધ્યમિક બોર્ડ ના સભ્ય એવા ડો. પ્રિયવદન કોરાટ દ્વારા તમામ સભ્યો ને બાંહેધરી આપી હતી કે ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ શાળા ના તમામ પ્રશ્નો ના ઉકેલ માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેશે. મંડળ ના પ્રમુખ નારણભાઇ પટેલ દ્વારા જણાવાયું હતું કે આપણી તાકાત એ આપણી સંગઠન શક્તિ છે. આ કારણેજ આપણી મહત્વતા છે. આ તકે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ હોદેદારો ની નિમણુંક પણ કરવામાં આવી હતી. જે અંતર્ગત કોડીનાર ના કરશનભાઇ સોલંકી ની નિમણુંક અધ્યક્ષ તરીકે તથા વેરાવળ ના ચીમનભાઈ અઢિયા ની નિમણુંક પ્રમુખ તરીકે કરવામાં અવેપ હતી. ઉના સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ એસોશિએશન માંથી પણ 25 જેટલી શાળાઓ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે