બજેટ 2020: ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. અંગે ની મહત્વપૂર્ણ જાહેરાતો.
તા01.02.2020: આજે મોદી સરકાર પાર્ટ 2 નું સૌપ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું. અગાઉ બજેટ 28 ફેબ્રુઆરીએ રજુ થતું. આ કારણે બજેટ 01 એપ્રિલ થી લાગુ થવામાં મુશ્કેલી પડતી હતી. મોદી સરકાર દ્વારા આ વર્ષો જૂની પરંપરા તોડી 01 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરી જેથી બજેટને સમયસર પાસ કરવી નાણાકીય વર્ષના શરૂઆતથી લાગુ કારI શકાય. આ બજેટમાં ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી.માં નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે.આ ફેરફારો હાલ માત્ર પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવો ઉપર સંસદમાં બજેટ સત્ર દરમ્યાન ચર્ચા થશે. યોગ્ય ફેરફારો કરી રાષ્ટ્રપતિની મહોર માટે મોકલવામાં આવશે.
ઇન્કમ ટેક્સ:
- ટેક્સ પેયર ચાર્ટર લાગુ કરવામાં આવશે. કરદાતા ની જેમ, અધિકારીઓએ પણ સમયબદ્ધ કામ પુર્ણ કરવાના રહેશે.
- વ્યક્તિગત કરદાતા માટે 5 લાખ ઉપર થી 7.5 લાખ સુધી નો ટેક્સ દર 10% નો ખાસ દર.
- વ્યક્તિગત કરદાતા માટે 7.5 લાખ ઉપર થી 10 લાખ સુધી નો ટેક્સ દર 15% નો ખાસ દર.
- વ્યક્તિગત કરદાતા માટે 10 લાખ ઉપર થી 12.5 લાખ સુધી નો ટેક્સ દર 20% નો ખાસ દર.
- વ્યક્તિગત કરદાતા માટે 12.5 લાખ ઉપર થી ઉપર 15 લાખ સુધી નો ટેક્સ દર 25% નો ખાસ દર.
- વ્યક્તિગત કરદાતા માટે 15 લાખ ઉપર ટેક્સ દર 30% નો ખાસ દર.
- આ કરદાતાઑ માટે ડિડકશન લેવા ઉપર અમુક પ્રકાર ના પ્રતિબંધો.
- ડીવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ દૂર કરવામાં આવ્યો. હવે ડિવિડંડ મેળવનાર થશે ટેકસ ભરવા જવાબદાર.
- નવી પાવર જનરેશન કંપની માટે પણ હવે 15% નો કોર્પોરેટ ટેક્સ દર લાગુ.
- સ્ટાર્ટ અપ માટે ટેક્સ બેનિફિટ માટે ની ટર્નઓવર લિમિટ 100 કરોડ કરવામાં આવી. 7 ના બદલે 10 વર્ષ સુધીમા મળી શકશે ફાયદો.
- કો ઓપરેટિવ બેન્ક માટે નો ઇન્કમ ટેક્સ નો દર 22% + સરચાર્જ તથા સેસ નો ઓપ્શન.
- કો ઓપરેટિવ બેન્ક માટે હવે AMT (ઓલ્ટરનેટ મિનિમમ ટેક્સ) દૂર.
- ઓડિટ ની લિમિટ 1 કરોડ થી વધારી 5 કરોડ કરવામાં આવી. આ લિમિટ માત્ર એવા ધંધાને લાગુ પડશે જે 5% જેટલી રકમ કેશમાં લેશે.
- એફોરડેબલ હાઉસિંગ પ્રોજેકટ ના ડેવલોપર માટે માર્ચ 2021 સુધી ના પ્રોજેકટ એપ્રુવલ માટે ટેક્સ હોલિડે.
- સર્કલ રેટ (જંત્રી) થી હવે 10% ફેરફાર ગણાશે માન્ય. ખરીદનાર માટે નહીં આવે ગિફ્ટ ની જવાબદારી.
- ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ટ્રસ્ટ માટે ની નોંધણી સંપૂર્ણ ઓનલાઈન. ટ્રસ્ટ કરવી શકશે પ્રોવિસ્ન્લ રજીશટ્રેશન.
- ફેસલેસ અપીલ માટે ની જોગવાઈ.
- વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ ઇન્કમ ટેક્સ ના જૂના માંગના કરશે સરભર. માત્ર ટેક્સ ની રકમ ભરી કરી શકશે સમાધાન.
જી.એસ.ટી.
- જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા નિર્ણય કરતાં હોય કોઈ ખાસ જાહેરાતો નહીં.
અન્ય બાબત:
- નાના બેન્ક ખાતા ધારકો માટે ઈન્સ્યોરન્સ ની રકમ 1 લાખ થી વધારી 5 લાખ કરવામાં આવી.
ઉપરોક્ત વિગતો નાણાંમંત્રીના બજેટ ભાષણ ઉપર થી તૈયાર કરવામાં આવી છે. બજેટ પેપર બહાર પડશે ત્યારબાદ તેમાં ફેરફાર ની શક્યતા રહેલી છે.