સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 17th ફેબ્રુઆરી 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
તારીખ: -17th ફેબ્રુઆરી 2020
જી.એસ.ટી.
- અમારા અસીલ ગુજરાત થી કોલકતા માલ જલમાર્ગ દ્વારા મોકલે છે. જાન્યુઆરીમાં એક કન્ટેનર માં માલ મોકલ્યો હતો. આ માલ મોડો પહોચવાના કારણે ફેબ્રુઆરીએ માહિનામાં ખરીદનારે રિજેક્ટ કર્યો હતો. આ માલ નું ઇ વે બિલ બન્યું હતું. હવે આ માલ કોલકાતામાંજ અન્ય વ્યક્તિ ને વેચવામાં આવેલ છે. ફેબ્રુઆરીમાં પણ બિલ નવા માલ ના વેચાણ નું બતાવેલ છે. જાન્યુઆરીના રિટર્ન ભરાઈ ગયા છે. હવે આ કેસમાં શું થઈ શકે? પિયુષ લીંબાણિ
જવાબ: આ કેસમાં જે પાર્ટી ને પ્રથમ માલ મોકલેલ હતો તેમણે રિજેક્ટ કરેલ હોય, તેમની કલમ 34 હેઠળ CN (ક્રેડિટ નોટ) બનાવી જોઈએ. ફેબ્રુઆરીમાં GSTR 1 માં CN ની વિગત અપલોડ કરી આપવી જોઈએ. જૂનું ઇ વે બિલ માં કહી કરવાનું રહે નહીં.
- અમારા અસીલ જૂના ટ્રેક્ટર ખેડૂત પાસેથી ખરીદી કરી વેચવાનો ધંધો કરે છે. ઉપરોક્ત વ્યવહાર ઉપર ફક્ત નફા ઉપર ટેક્સ લાગે કે પૂરી રકમ ઉપર તે બાબતે માહિતી આપશો. જલ્પા દોશી, સુરેન્દ્રનગર
જવાબ: નિયમ 32(5) તમારા અસીલ ના કેસમાં લાગુ પડશે. તેઓએ આ ખરીદી અને વેચાણના તફાવત ની રકમ એ જી.એસ.ટી. કાયદા હેઠળ વેલ્યૂ ઓફ સપ્લાય ગણાશે અને તેના ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવશે. નિયમ 32(5) માટે સૌથી મહત્વની વાત એ છે કે સેકન્ડ હેન્ડ ગુડસ ની ક્રેડિટ લેવામાં આવેલ ના હોય.
- હાલ વર્તમાન પત્રોમાં જી.એસ.ટી. હેઠળ વ્યાજ અંગે 42000 કરોડ ની ઉઘરાણી બાબતે સમાચારો જોઈ રહ્યા છીએ. આ અંગે આપનું મંતવ્ય જણાવશો. એક કરવેરા સલાહકાર, ઉના
જવાબ: 2019 ના ફાઇનન્સ એક્ટ માં કલમ 50 ને સુધારવા માં આવેલ છે. આ સુધારો લાગુ કરતું નોટિફીકેશન હજુ થયું નથી. આમ, “સ્ટ્રિક્ટ લીગલ સેન્સ” માં વાત કરીએ તો હાલ વ્યાજ એ ગ્રોસ રકમ ઉપર લાગે માત્ર રોકડ થી ભરેલ રકમ ઉપર નહીં. પરંતુ આ જોગવાઈ એ કુદરતી ન્યાય ના સિદ્ધાંત થી વિરુદ્ધ છે. હાલ, ફાઇનન્સ એક્ટ 2019 દ્વારા જ્યારે કલમ 50 નો સુધારો કરવામાં આવ્યો છે અને સુધારા મુજબ વ્યાજ માત્ર કેશ દ્વારા ભરેલ રકમ ઉપરજ લાગે તેવો સુધારો કરવામાં આવ્યું છે ત્યારે વ્યાજ ની રકમ જો મોટી હોય તો લડી લેવાનું વધુ સારું પડશે નહીં કે ભરી દેવાનું.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.