સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 30th March 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
તારીખ: -30th માર્ચ 2020
જી.એસ.ટી.
- હું એક સોની વેપારી છું. મારૂ ધંધાનું ટર્નઓવર 40 લાખ થી નીચું છે. હું જી.એસ.ટી. નંબર રદ કરાવવા માંગુ છું. મારા એડવોકેટ કહે છે કે નોંધણી દાખલો રદ થાય તો સ્ટોક ઉપર જી.એસ.ટી. ભરવાનો રહે? મારા ચોપડે અંદાજે 5 કિલો જેટલો સ્ટોક છે. શું આ સ્ટોક ઉપર આજની માર્કેટ વેલ્યૂ ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવે? શું આ ડબલ ટેકસેશન ના કહેવાય? શું આ વ્યાવહારિક જોગવાઈ કહેવાય? આ અંગે કોઈ રસ્તો ખરી? એક વેપારી, સુરેન્દ્રનગર
જવાબ: હા, જી.એસ.ટી. કાયદા ની કલમ 29(5) હેઠળ સ્ટોક ઉપર રહેલ માલ ઉપર ટેક્સ ભરવા તમે જવાબદાર બનો છો. ડબલ ટેક્સેશન અથવા વ્યવહારિકતા વિષે જવાબ આપવો મુશ્કેલ છે. આ અંગે રસ્તો એકજ કહેવાય કે ભવિષ્યમાં આ અંગે કોઈ વેપારી તરફે કોર્ટ દ્વારા ચુકાદા આવે તો કોઈ ફાયદો મળી શકે. ત્યાં સુધી નોંધણી દાખલો ચાલુ રાખી શકવા સિવાય કોઈ વિકલ્પ નથી.
- Covid-19 ના કારણે નાણાકીય વર્ષ માં ફેરફાર થયો છે?? આ અંગે વોટ્સ એપ માં મેસેજો આવી રહ્યા છે તે કેટલે અંશે સાચા છે? એક કરદાતા, ઉના
જવાબ: ના, આ સમાચાર ખોટા છે. સરકાર દ્વારા નાણાકીય વર્ષ માં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી.
તારીખ: -23 માર્ચ 2020
જી.એસ.ટી.
- મારા અસીલ એક બિલ્ડર છે. તેઓ ફ્લેટ બનાવી તેનું વેચાણ કરે છે. તેઓ બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી પ્લંબરની સેવા લે છે. શું આ સેવા ઉપર RCM ભરવા જવાબદાર છે? દિપેશ ઠૂમ્મર, સુરત
જવાબ: જો બિલ્ડર ની કુલ વાર્ષિક ખરીદી માં 80% કે તે થી ઓછી હોય તો RCM કરવા જવાબદારી આવી શકે છે. જો BUP સર્ટિફિકેટ આવ્યા પહેલા કોઈ એડવાન્સ લેવામાં ના આવ્યા હોય તો જી.એસ.ટી. લાગુ પડે નહીં.
- અમારા અસીલ સરદાર સરોવર નર્મદા નિગમમાં કેનાલ બાંધકામ બાબતે ફક્ત લેબર કામ માટે ના કોન્ટ્રાક્ટ લે છે. શું આ સેવા ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? ધ્રુવી શાહ, અમદાવાદ
જવાબ: ના, આપના અસીલ એ ગવર્મેન્ટ એનટીટી ને પ્યોર લેબર સર્વિસ પૂરી પડતાં હોય, આ સેવા જી.એસ.ટી. નોટિફિકેશન 12/2017 (રેઇટ) તા. 30.06.2017 ની એન્ટ્રી 3 મુજબ કરમુક્ત બને.
- અમારા અસીલ બિલ્ડર છે. તેઓએ બે પ્રોજેકટ કરવાના છે. આ પ્રોજેકટ પૈકી 1 પ્રોજેકટ એફોરડેબલ હાઉસિંગ નો છે અને એક નોન એફોરડેબલ હાઉસિંગ નો છે. આ બંને પ્રોજેકટ ઉપર ક્યાં દરે વેરો લાગે? ITC કેવી રીતે મળી શકે? દિપેશ ઠૂમમર, સુરત
જવાબ: આપના અસીલ ના કેસ માં એફોરડેબલ હાઉસિંગ ના કિસ્સામાં 1% જી.એસ.ટી. લાગુ પડે તથા નોન એફોરડેબલ હાઉસિંગ ના કિસ્સામાં 5% જી.એસ.ટી. લાગુ પડે. બંને કિસ્સાઓમાં ઈન્પુટ ક્રેડિટ મળી શકશે નહીં.
- અમારા અસીલ મ્યુનિસીપાલિટી છે. તેઓ પોતાની લાઈબ્રેરી માટે પુસ્તકો ખરીદે, દવાખાના માટે દવાઓ ખરીદે તો તે RD હોવી જરૂરી છે?7.17 થી 12.10.17 સુધી કોઈ જવાબદારી આવે? 13.10.2017 બાદ શું જવાબદારી આવી શકે? મંડપ સર્વિસ, લાઇટ કોન્ટ્રાક્ટ કે અન્ય ખર્ચ બાબતે શું જવાબદારી આવે? લાઇટિંગ માલ સમાન ની ખરીદી URD થી કરે તો કલમ 9(4) હેઠળ શું જવાબદારી આવે? ધ્રુવી શાહ, અમદાવાદ
જવાબ: હા, 01.07.2017 થી 12.10.2017 સુધી જો URD ખરીદી કરેલ હોય તો જી.એસ.ટી. કાયદા ની કલમ 9(4) RCM ની જવાબદારી આવે. 13.10.2017 બાદ, આ ખરીદીઓ ઉપર RCM ભરવાની જવાબદારી આવે નહીં. આપના અસીલ માટે મંડપ સર્વિસ, લાઇટ કોન્ટ્રાકટર, લાઇટિંગ માલ સમાન માટે પણ ઉપર ના જવાબ મુજબ જ જવાબદારી આવે.
- અમારા અસીલ ફેક્ટરી હેડ ઓફિસ તરીકે અમદાવાદ ચલાવતા હતા. તેઓની એડિશનલ પ્લેસ બરોડા ખાતે ધરાવતા હતા. હવે તેઓ અમદાવાદ ખાતેની HO બંધ કરવા માંગે છે. HO માં રહેલ મશીનરી, સ્ટોક વગેરે બ્રાન્ચ ને શિફ્ટ કરવા માંગે છે. તો હવે HO ને બંધ કરવા સમયે કઈ વિધિ કરવાની રહે? જ્યુરિસડિકશન ના પ્રશ્નો ઉપસ્થિત થાય? નીલમ પરમાર, અમદાવાદ
જવાબ: તમારે HO બંધ કરતાં હોય, હવે બ્રાન્ચ ને HO બનાવવાની રહે. આ અંગે કોર ફિલ્ડ ચેન્જ ની એપ્લીકેશન કરવાની રહે. જેથી પ્રિન્સિપાલ પ્લેસ નું એડ્રેસ બદલી જાય. ત્યારબાદ બ્રાન્ચ ઓફિસ ડિલીટ કરવાની વિધિ નોન કોર ફિલ્ડમાથી કરવાની રહે. અમારા મતે જ્યુરિસડીકશન ના કોઈ પ્રોબ્લેમ ના આવે. આ અંગે ઓફિસર દ્વારા બેક ઓફિસ માં જયુરીકડિકશન બદલવાનું રહે.
- અમારા અસીલ વર્ષ 2019 20 દરમ્યાન તેના વેચનાર વેપારીઓને પોતાના જી.એસ.ટી. નંબર આપેલ હતા. છતાં આ ખરીદીના બિલો ની ક્રેડિટ GSTR 2A માં દર્શાવતી નથી. આમ છતા અમારા અસિલે ક્રેડિટ લીધેલ છે. આ ક્રેડિટ ની રકમ અત્યારે 3 લાખ જેટલી મોટી થઈ ગઈ છે. જી.એસ.ટી.આર. 9 માં આ ની અસર કેવી રીતે આપવી. ક્રેડિટ તફાવત ના કારણે કોઈ નોટિસ આવે તો શું જવાબ આપવો? આશિષપૂરી ગૌસ્વામી, ગીર ગઢડા, એકાઉન્ટન્ટ
જવાબ: GSTR 2A માં ક્રેડિટ દર્શાવે તે ઇચ્છનીય છે. પરંતુ જી.એસ.ટી. કાયદા ની કલમ 16 મુજબ જો ખરીદી હોય તો આ બિલો ની ક્રેડિટ લઈ શકાય. 2019 20 ના બિલો હોય તો હજુ સપ્લાયર તે બિલો ને સુધારી શકે છે. ખરીદનારે ખાસ આગ્રહ રાખવો જોઈએ કે આ સુધારો કરી આપવામાં આવે. નોટિસ આવે તો જવાબ ગમે તે આપીએ ઓફિસર જી.એસ.ટી. નિયમ 36(4) મુજબ આદેશ કરી શકે. હાઇ કોર્ટ માં રિટ પિટિશન માત્ર વિકલ્પ રહે.
- સરકારી ઓફિસ દ્વારા TDS નંબર લીધેલ હતો. દર મહિને પત્રકો ભરતા હતા. હવે TDS કાપવા પાત્ર કોઈ કામ ના હોવાથી TDS નંબર રદ કરવો છે. વેબસાઇટ ઉપર આ અંગે કોઈ વિકલ્પ નથી. તો આ નંબર રદ કરવા શું કરી શકીએ? જગદીશભાઇ વ્યાસ, એડવોકેટ, ડીસા
જવાબ: જ્યાં સુધી TDS નંબર રદ ની વ્યવસ્થા પોર્ટલ ઉપર શરૂ ના કરવામાં આવે ત્યાં સુધી રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી. જે મહિનામાં TDS ના કાપેલ હોય તે મહિના નું રિટર્ન ભરવું જી.એસ.ટી. કાયદા ની કલમ 37(3) મુજબ જરૂરી નથી. વધુમાં આપ પ્રોપર ઓફિસર ને આ અંગે પત્ર દ્વારા જાણ કરી શકો છો અને TDS નંબર ની જરૂરત ના હોય તે અંગે જણાવી શકો છો.
- જી.એસ.ટી. કાઉન્સીલ ની 39 મી મિટિંગ માં 5 કરોડ થી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે જી.એસ.ટી. ઓડિટ માટે મુક્તિ આપેલ છે. આ જાહેરાત માં MSME એટ્લે શું? કે આ લિમિટ તમામ કરદાતાઓ ને લાગુ પડશે? જગદીશભાઇ વ્યાસ, એડવોકેટ, ડીસા
જવાબ: આ 5 કરોડ ની લિમિટ MSME નોંધણી વગર તમામ કરદાતાઓ ને લાગુ પડશે.
- અમારા વેપારી ટ્રેક્ટર ના ડીલર છે. સાથે તેઓ JCB રાખે છે. JCB ભાડે આપે તેના ઉપર જે રકમ મેળવે તેના ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? આવે તો કેટલા ટકા ના દરે આવે? જગદીશભાઇ વ્યાસ, એડવોકેટ, ડીસા
જવાબ: હા, તેઓની JCB ભાડે આપવાની પ્રવૃતિ પર જી.એસ.ટી. લાગુ થાય. આ સેવા ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
તારીખ: -16 માર્ચ 2020
જી.એસ.ટી.
12. મારા એક અસીલ માટે જી.એસ.ટી. નંબર રદ કરાવવા ની અરજી ઓગસ્ટ માહિનામાં કરેલ છે. પણ આ અંગે હજુ કોઈ શો કોઝ કે રદ નો આદેશ મળ્યો નથી. અમોએ ઓગસ્ટ મહિના સુધીના રિટર્ન ફાઇલ કર્યા છે. તો શું અમારે ઓગસ્ટ મહિના પછીના રિટર્ન ફાઇલ કરવા જોઈએ? આ નંબર રદ ના થયો હોય આ અંગે અમે શું કરી શકીએ? પિયુષ લિંબાણી
જવાબ: તમોએ તમારા અસીલ માટે નોંધણી નંબર રદ કરવાની અરજી સમયસર (30 દિવસ) માં કરેલ હોય અને તમને જો રદ નો આદેશ કે શો કોઝ નોટિસ ના મળેલ હોય તો તમારે કશું કરવાની જરૂર રહેતી નથી. આ ઓર્ડર જે તે અધિકારીશ્રી એ જી.એસ.ટી. કાયદાના નિયમ 22(3) ને જી.એસ.ટી. કાયદા ની કલમ 29 સાથે વાંચતાં 30 દિવસ માં કરવાનો રહે છે. જો અધિકારીશ્રી એ ઓર્ડર ના કર્યો હોય તો એ બાબત તમારા માટે કોઈ ચિંતા નો વિષય નથી. ઓગસ્ટ પછીના રિટર્ન ભરવા તમે જવાબદાર બનો નહીં.
13. અમારા એક ક્લાયન્ટ પ્રોપ્રાઈટર ધોરણે હાલ GST માં નોંધાયેલ કોમ્પોઝીશન ડીલર છે. તેઓ રીટેલર છે તેમનું હાલ નું turnover 1 કરોડ આસપાસ છે તેમની ધંધાની દુકાન (shop) બે માળ ની છે હાલ તેઓ ઉપરના માળ નો ઉપયોગ વધારા ના માલ નો stock રાખવા કરે છે. હવે આ વેપાર ધંધો કંપોઝીશન સ્કીમ માં એઝ ઈટઈઝ ચાલુ રાખી ને તેઓ ઉપર ના માળ ની જગ્યામાં થી હાલ નો વધારાનો stock નીચે લઇ ને તેમાં હોલસેલ બીઝનેસ અલગ થી કરવા માંગે છે એટલેકે આ ઉપર ના માળ ની જગ્યા દર્શાવી ને ભાગીદારી ધોરણે કે ફેમીલી ના અન્ય સભ્ય ને પ્રોપ્રાઈટર તરીકે રાખી નવું ટ્રેડ નેમ રાખી , નવો GST નંબર રેગ્યુલર સ્કીમ મુજબ મેળવવા માંગે છે .અને તો શું આ રીતે રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાય કે ફરજીયાત અલગ જગ્યા દર્શાવવી પડે . વિગતવાર કાયદાકીય મંતવ્ય આપવા વિનંતી છે .
ધર્મેશ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ જુનાગઢ
જવાબ: હાં, તેઓ નવો નંબર એજ જગ્યા ઉપર લઈ શકે. આ મતે તમે જી.એસ.ટી. કાયદા નો નિયમ 8 અને 9 જોઈ લેશો. આ નિયમો માં આ અંગે કોઈ બાધ જણાવેલ નથી.
14. હું એક ગોલ્ડ તથા ડાયમંડ નો હૉલ સેલર છું. મને ગુજરાત બહાર વેપારી ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી બતાવવા બોલાવે છે. હું આ જ્વેલરી સાથે લઈ જાવ તો જી.એસ.ટી. માં આને કેવી રીતે બતાવવાનું રહે? મારે સાથે શું ડૉક્યુમેન્ટ રાખવા જોઈએ? સંજય પટેલ, વેપારી
જવાબ: તમે ગોલ્ડ અને ડાયમંડ ના વેપારી હોય, સેમ્પલ સાથે લઈ જાવ ત્યારે આ અંગે ડીલીવીરી ચલણ સાથે હોવું જરૂરી છે. ઇ વે બિલ બનાવવામાંથી ગોલ્ડ અને ડાયમંડ જેવી ચેપ્ટર 71 માં પડતી ચીજ વસ્તુઓ ને મુક્તિ આપવામાં આવેલ છે. આજ વિધિ જ્યારે માલ ડિસપેચ કરવામાં આવે ત્યારે કરવાની રહે છે. જો આપ સેમ્પલ લઈ ગયા હોય તેનું ત્યાં વેચાણ કરી ને આવો તો કેજ્યુલ ડીલર તરીકે જે તે રાજ્ય માં નોંધણી દાખલો લેવાની જરૂર રહે. આ અંગે અમારો મંતવ્ય છે કે તમારે સેમ્પલ નું વેચાણ ના કરતાં ઓર્ડર લઈ ત્યાર બાદ તમારા ધંધા ના સ્થળે થી માલ મોકલવો જોઈએ.
15. હું એક એકાઉન્ટન્ટ છું. મારા અસીલ હોટેલ ધરાવે છે. તેઓ હોટેલ માં બાળકો ને રમવામાં ઉપયોગી હોય તેવા સાધનો જેમ કે લસર પટ્ટી, હીંચકા ખરીદે છે. આ ઉપરાંત તેઓ સ્વિમિંગ પુલ માટે આજુ બાજુ માં ફિટ કરવાના કાચ પણ ખરીદે છે. શું આ રમત ના સાધનો તથા સ્વિમિંગ પુલ માટે ના કાચ ની ક્રેડિટ તેઓ લઈ શકે? કૌશલ પારેખ, એકાઉન્ટન્ટ, દિવ
જવાબ: આ અંગે ઈન્પુટ ક્રેડિટ લેવા તમારા અસિલે સાબિત કરવું પડશે કે ક્રેડિટ જે વસ્તુની લેવામાં આવેલ છે, તે જંગમ (મુવેબલ) વસ્તુ છે. જો જંગમ (મુવેબલ) ચીજ હોય તો ક્રેડિટ લઈ શકાય છે. જો સ્થાવર (ઇમુવેબલ) મિલ્કત હોય તો ઈન્પુટ ક્રેડિટ મળી શકે નહીં.
ઇન્કમ ટેક્સ
- મારા અસીલ ખેડૂત છે. તેઓએ છેલ્લા બે મહિનાની અંદર ત્રણ ગ્રામ્ય વિસ્તાર ની ખેતી ની જમીન ખરીદી અને ત્યારબાદ તેનું વેચાણ એક કંપની ને કરેલ છે. શું આ ગ્રામ્ય વિસ્તાર ની ખેતીની જમીન ના વેચાણ ઉપર ઉદભવતો નફો કરપાત્ર ગણાય કે કરમુક્ત??
લીંબાણી હિત, કચ્છ
જવાબ: ના, ઇન્કમ ટેક્સ ની કલમ 2(14) હેઠળ ગ્રામ્ય વિસ્તાર ની ખેતી ની જમીન “કેપિટલ એસેટ” ગણાય નહીં. માટે, આ વેચાણ ઉપર ઉદભાવતા નફા ઉપર કોઈ ટેક્સ લાગે નહીં તેવો અમારો મત છે. પરંતુ જો આપના કિસ્સામાં સ્ટોક ઇન ટ્રેડ ગણવામાં આવે તો આ અંગે આપે સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ, રાજા બહાદુર કામખ્ય નારાયણ સિંઘ vs CIT 77 ITR 67 (SC) તથા CIT vs Holck Larsen 160 આઇટીઆર 67 (SC) જોઈ જવા જરૂરી છે.
- મારા અસીલ ભેસાણ ગામ ના ખેડૂત છે અને ત્યાં ખેતી ની જમીન ધરાવે છે. ભેસાણ ગામ એ હજુ ગ્રામ પંચાયત ધરાવે છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા ભેસાણ ને તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. આ ગામ ની વસ્તી પાછલી વસ્તી ગણતરી પ્રમાણે 10000 થી વધુ છે? શું આ ખેતી ની જમીન ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 2(14) પ્રમાણે ગ્રામ્ય વિસ્તાર ની જમીન ગણાય? મહેશ ભેસણીયા, ટેક્સ એડવોકેટ, જુનાગઢ
જવાબ: હા, અમારા મતે જો ગામ ની વસ્તી 10000 થી વધુ થઈ જાય તો પણ જ્યાં સુધી આ ગામ ગ્રામ પંચાયત હઔ અને મ્યુનિસિપાલિટી અંગે નું નોટિફિકેશન બહાર ના પાડવામાં આવે ત્યાં સુધી આ ગામ ની જમીન એ ગ્રામ્ય વિસ્તારની જમીન ગણાય. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કલમ 2(14) હેઠળ તે કેપિટલ એસેટ ના ગણાય તેવો અમારો અભિપ્રાય છે.
- અમારા અસીલ ખેડૂત છે. તેઓએ પોતાની જમીન માં અંબા નું વાવેતર કર્યું છે. કોઈક કારણો સર તેઓને અંબા ઉપર હજુ અંબા નો ફાલ થાયો નથી. હવે તેઓ અંબા ના ઝાડ કાપી તેના લાકડાનું વેચાણ કરે છે. તો શું આ લાકડા વેચાણમાંથી મળેલ આવક ખેતી ની આવક ગણાય? ચિંતન સંઘવી, ભાવનગર
જવાબ: હાં, અમારા મતે આ આવક ખેતી ની આવક ગણાય. ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 2(1A)ની ક્લોઝ (a) માં આ આવક નો સમાવેશ થઈ જાય છે.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.