દમણ-દીવ તથા દાદરા નાગર હવેલી ના વેપારીઓ માટે આવ્યા મહત્વ ના સમાચાર..
Reading Time: < 1 minute
તા. 30.05.2020: દાદરા નાગર હવેલી સાથે દમણ તથા દીવ નો વિલય 26.01.2020 થી કરી દેવામાં આવ્યો છે. આ વિલય બાદ ઘણા પ્રશાશનિક ફેરફારો કરવા જરૂરી બને. આ અંગે જી.એસ.ટી. કાયદા હેઠળ મહત્વનો ફેરફાર અંગેની “ટ્રેડ નોટિસ” તા. 20.05.2020 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ ટ્રેડ નોટિસ દ્વારા નીચેની સ્પસ્ટતા કરવામાં આવેલ છે.
- દમણ તથા દીવ ના જી.એસ.ટી. નોંધણી નંબર જે હાલ “25” (દમણ દીવ નો સ્ટેટ કોડ) થી શરૂ થાય છે તે હવે 26 (દાદરા નાગર હવેલીનો સ્ટેટ કોડ) થી શરૂ થશે.
- આ માટે કરદાતાઓ (વેપારીઓ) કોઈ અલગ થી વિધિ કરવાની રહેશે નહીં.
- દમણ તથા દીવ ના વેપારીઓ ને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં તથા ઇ મેઈલ ID માં નવા રજીસ્ટ્રેશન અંગે જાણ કરવામાં આવશે.
- આ સુધારો 01.06.2020 થી લાગુ પડશે.
- કરદાતાઓ કે જેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે, તેઓએ નવો નોંધણી દાખલો આવતા, પોતાની બિલ બુક ફરીથી છપાવવી પડશે.
- દમણ તથા દીવ ના વેપારીઓ સાથે વેપાર કરતાં કરદાતાઓએ પણ તેઓનો સુધારેલો નંબર બિલો તથા રિટર્નમાં દર્શાવે તે તકેદારી રાખવી પડશે.
ખાસ નોંધ: આ અંગે મળતી માહિતી મુજબ આ 01.06 2020 ના રોજની અમલી તારીખ વધારવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ અંગે માહિતી મળશે તેમ અપડેટ આપવામાં આવશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે