SGST ખાતું ટપાલ કે કાગળ ના સ્વીકારતા હોવાની કરદાતાઓ ની ફરિયાદ: ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. દ્વારા રજૂઆત
તા. 13.06.2020: COVID 19 ના કારણે હાલ ઘણી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ સિવાય ના વ્યક્તિઓ માટે પ્રવેશ બંધી છે. પરંતુ ગુજરાત રાજ્યની જી.એસ.ટી. કચેરીઓમાં વ્યક્તિઓની અવરજવર ઉપરાંત ટપાલ કે અન્ય કાગળ પણ સ્વીકારવામાં ના આવતી હોવાની ફરિયાદ ટેક્સ પ્રેકટિશનર્સ દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે જી.એસ.ટી. પ્રેકટિસનર્સ ના ગુજરાત ના સૌથી મોટા એસોસીએશન ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. દ્વારા રાજ્ય કમિશ્નરશ્રી ને રજૂઆત કરેલ છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ટપાલ કે કાગળ લેવાની વ્યવસ્થા સત્વરે ગોઠવવા માં આવે. આ રજૂઆતમાં એ પણ જણાવાયું છે કે ગુજરાત રાજ્ય ની તમામ ઘટક ઓફિસોમાં પણ ટપાલ, પત્રો સ્વીકારવા વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. COVID 19 ની આ મુશ્કેલ પરિસ્થિતીમાં તમામના હિતમાં એ જરૂરી છે કે જરૂરી કામ વગર વ્યક્તિઓને પ્રવેશ ના આપવામાં આવે પરંતુ ટપાલ તથા જરૂરી કાગળો સ્વીકારવા ની વ્યવસ્થા કરવી જરૂરી છે. આ બાબતે સત્વરે વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા એસોશીએશન દ્વારા સેવાઇ રહી છે. ભવ્ય પોપટ, એડિટર.