રોકાડ ઉપાડ બાબતે APMC હેઠળ નોંધાયેલ કરદાતાઓ ને TDS માં રાહત ચાલુ રહેશે કે કેમ??? પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા નાણાં મંત્રીને પત્ર
1 કરોડ થી વધુ રોકડ ઉપાડ ઉપર બેન્ક, પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવે છે TDS. અગાઉ APMC હેઠળ રજિસ્ટર્ડ કરદાતાઓ ને હતી TDS માંથી હતી મુક્તિ
તા. 14.06.2020: પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભારત ના નાણાં મંત્રી ને ઇન્કમ ટેક્સ ની કલમ 194 N, જે TDS માટે લાગુ પડે છે તે અંગે ખુલાસા કરવા પત્ર લખેલ છે. 1 કરોડ ઉપર ના બેન્ક, પોસ્ટ ના ઉપાડ પર જે TDS કરવાની જોગવાઈ છે તે માટે અગાઉ ખેતી ઉત્પાદન બજાર સમિતિ (APMC) હેઠળ નોંધાયેલ કરદાતાઓ ને મુક્તિ આપવામાં આવેલ હતી. ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા નાણાં મંત્રી ને પુછવામાં આવેલ છે કે હવે જ્યારે આ કલમ માં સુધારા કરવામાં આવ્યા છે ત્યારે અગાઉ આપવામાં આવેલ મુક્તિ લાગુ રહેશે કે કેમ? ટેક્સ ટુડે સાથે વાત કરતાં ડિસ્ટ્રિક્ટ ચૅમ્બર ની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન CA દિવ્યેશ સોઢા જણાવે છે કે “ફાઇનન્સ એક્ટ 2020 થી ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 194 N માં સુધારો નથી કરવામાં આવ્યો પણ બદલવામાં આવેલ છે. આ માટે નાણાંમંત્રાલયે સત્વરે આ અંગે ખુલાસો કરવો જરૂરી છે”. ખેત પેદાશો સાથે કામ કરતાં લોકો ને TDSમાં થી મુક્તિ મળે તેવી આશા કરદાતાઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે