AAR 6: શું વ્યાજ આવક એ જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધણી મેળવવા ટર્નઓવર નક્કી કરવા બાબતે ધ્યાને લેવાની રહે?

Spread the love
Reading Time: 3 minutes

જી.એસ.ટી. A A R (ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલિંગ.) વિથ ટેક્સ ટુડે

જી.એસ.ટી. કાયદાની કલમ 97 હેઠળ કરદાતા એડવાન્સ રૂલિંગ માટે અરજી કરી શકે છે. જી.એસ.ટી. કાયદા હેઠળ નીચેની બાબતો માટે એડવાન્સ રૂલિંગ કરી શકાય છે.

  • માલ કે સેવાઓમા વર્ગીકરણ બાબતે,
  • કોઈ નોટિફિકેશન કરદાતાને લાગુ પડે કે નહીં તે બાબતે
  • કોઈ માલ કે સેવાની કરપાત્રતાનો સમય તથા મૂલ્ય નક્કી કરવા બાબતે
  • કોઈ વ્યવહારમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે કે નહીં તે બાબતે
  • કોઈ વ્યવહાર કરપાત્ર બને કે નહીં તે બાબતે
  • કોઈ વ્યક્તિ નોંધણી માટે જવાબદાર બને કે ના બને તે બાબતે
  • કોઈ વ્યવહાર સપ્લાય ગણાશે કે નહીં તે બાબતે.

આ કોલમમાં જી.એસ.ટી. કાયદા હેઠળ આપવામાં આવતા મહત્વના AAR તથા AAAR ના ચૂકદાઑ સરળ ભાષામાં વાંચકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કૉલમ નિરંતર પ્રસિદ્ધ થયા કરશે.

AAR 6: શું વ્યાજ આવક એ જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધણી મેળવવા ટર્નઓવર નક્કી કરવા બાબતે ધ્યાને લેવાની રહે?

અરજકર્તા: શ્રી સવાઇ મનોહરલાલ રાઠી, AAR No. Gujarat/GAAR/R/2020/10

ઓર્ડર તારીખ: 19.04.2020

પ્રશ્ન:

  1. શું PPF વ્યાજની આવક, કરદાતાની જી.એસ.ટી. નોંધણી માટેના ટર્નઓવરની મર્યાદા નક્કી કરવામાં ધ્યાને લેવાની રહે?

 

  1. મિત્રો/ સગા સબંધીઓ પાસેથી મળેલ વ્યક્તિગ્ત વ્યાજ ની રકમ જી.એસ.ટી. નોંધણી માટેના ટર્નઓવરની મર્યાદા નક્કી કરવામાં ધ્યાને લેવાની રહે?

 

  1. શું બચત ખાતાના વ્યાજની રકમ જી.એસ.ટી. નોંધણી માટેના ટર્નઓવરની મર્યાદા નક્કી કરવામાં ધ્યાને લેવાની રહે?

 

અરજદાર ના વ્યવહાર ની વિગતો: 

  • અરજદાર વ્યક્તિગ્ત કરદાતા છે. તેઓ કોઈ પણ ધંધા સાથે સંકળાયેલ નથી.

 

  • તેઓ ની 2018 19 માટેની કુલ આવક 20,12,000/- થવા પાત્ર છે. આ આવકમાં ભાડા આવક, બેન્ક વ્યાજ, PPF નું વ્યાજ, ખાનગી વ્યક્તિઓ ને કરેલ ધિરાણ ના વ્યાજ નો સમાવેશ થાય છે.

 

  • શું આ વ્યાજ આવકો નો સમાવેશ ટર્નઓવર ની મર્યાદામાં થાય તે તેઓનો મુખ્ય પ્રશ્ન છે.

 

AAR નું તારણ:

  • અરજદાર મિલ્કત ભાડે આપવાની પ્રવૃતિ કરે છે. જે જી.એસ.ટી. કાયદા હેઠળ ટેકસેબલ છે. જ્યારે સાથે તેઓને વ્યાજ આવક પણ થાય છે.

 

  • આ વ્યાજની આવક સી.જી.એસ.ટી. નોટિફિકેશન (રેઇટ) 12/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 27(a) માં પડે અને કરમુક્ત બને.

 

  • જી.એસ.ટી. કાયદાના 2(6) હેઠળ “એગ્રીગેટ ટર્નઓવર” ની વ્યાખ્યા જોતાં આ વ્યાજ ની આવક ભલે કરમુક્ત હોય પણ નોંધણી માટેની મર્યાદા નક્કી કરવા ગણતરી માં લેવાની રહે.

 

  • આમ, PPF વ્યાજ, ખાનગી વ્યક્તિઓ પાસેથી મળેલ વ્યાજ, સેવિંગ બેન્ક (બચત ખાતા) ને જી.એસ.ટી. નોંધણી માટે ટર્નઓવર ની મર્યાદા નક્કી કરવા ગણતરીમાં લેવાનું રહે.

સંપાદક નોંધ:

ટેક્સ ટુડે એક્સપર્ટ CA  મોનીષ શાહ, CA દિવ્યેશ સોઢા, એડવોકેટ લલિત ગણાત્રા તથા એડવોકેટ ભવ્ય પોપટ આ અંગે એક સુરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવે છે કે CGST રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 27(a) એ એવા કરદાતાઓ માટે છે જે પોતાના ધંધાના સામાન્ય વ્યવહાર તરીકે રકમ વ્યાજ ઉપર આપે છે. આ એન્ટ્રી એવા કરદાતા માટે છે જેઓ નાણાં ઉછીના આપવાનો ધંધો કરે છે. હા, કોઈ વ્યક્તિ જે ધંધો કરતો કોઈ અને ધંધાકીય વ્યવહાર માટે નાણાં ઉછીના આપ્યા હોય તો પણ આ એન્ટ્રી માં સમાવેશ થઈ શકે.

પરંતુ AAR ઓથોરીટી ના આદેશ સામે સન્માનપૂર્વક અલગ અભિપ્રાય દર્શાવતા અમો માનીએ છીએ કે PPF વ્યાજ કે સેવિંગ વ્યાજ એ ધંધાકીય વ્યવહારો સંદર્ભે ના હોય, આ વ્યાજ જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધણી મેળવવા ની મર્યાદા ગણવા ગણતરીમાં લેવાનું થાય નહીં. તેઓ વધુમાં આ બાબતે જણાવે છે કે એ બાબત નિર્વિવાદ છે કે વ્યાજ ની આવક એ સપ્લાય ઓફ સર્વિસ છે. આપ સૌ જાણો છો કે માત્ર સપ્લાય ઑફ ગુડ્સ માટે જી.એસ.ટી. નોંધણી ની મર્યાદા 40 લાખ કરવામાં આવી છે. અને સેવા પ્રદાન કરતાં કરદાતાઓ માટે નોંધણી ની મર્યાદા 20 લાખ છે. આ તમામ સપ્લાય ઓફ ગુડ્સ કરતાં કરદાતાઓ ને સેવિંગ વ્યાજ આવક તો હશે જ!! જો આ સેવિંગ વ્યાજ આવક ને સપ્લાય ઓફ સર્વિસ ગણવામાં આવે તો આ તમામ કરદાતાઓ કે જેઓ માને છે કે તેઓએ જી.એસ.ટી. નંબર 40 લાખ ના ટર્નઓવર ઉપર લેવાનો છે તેમની મર્યાદા સપ્લાય ઓફ સર્વિસ ના કારણે 20 લાખ બની જાઇ!! આમ, AAR ઓથોરીટી નું સહર્ષ માન જાળવી, આ AAR નું અર્થઘટન બાબતે ટેક્સ ટુડે એક્સપર્ટ્સનો અભિપ્રાય અલગ છે.

ખાસ નોંધ: તમામ વાંચકોએ એ બાબત જાણવી જરૂરી છે કે AAR નો આદેશ જે તે અરજકર્તા તથા તેના પ્રોપર ઓફિસર ઉપરજ બાધ્ય ગણાય. તમામ કરદાતાઓ ને આનો સીધો લાભ મળે નહીં. પરંતુ ટેક્સ પ્લાનિંગ કરવાં માટે આ AAR ના ચૂકદાઓ ખૂબ મહત્વના રહેતા હોય છે.

 

આ AAR તથા AAAR અંગેના લેખ નું સંકલન CA મોનીષ શાહ, Adv. લલિત ગણાત્રા, CA દિવ્યેશ સોઢા તથા Adv. ભવ્ય પોપટ દ્વારા કરવામાં આવેલ છે. આ AAR અંગે આ અમારો અભિપ્રાય માત્ર છે.

error: Content is protected !!