નાણાકીય વર્ષ 2014-15 થી 2018-19 સુધીના “ઈનવેલીડ” ઇન્કમ ટેક્સ રિટર્ન થઈ શકશે “વેલિડેટ”
હવે 30 સપ્ટેમ્બર 2020 સુધી આ રિટર્ન થઈ શકશે “વેલિડેટ”
ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઈન ભર્યા પછી તેને “વેલિડેટ” કરવાના રહેતા હોય છે. આ “વેલિડેશન” રિટર્નમાં સહી કરી ઓનલાઈન અપલોડ કર્યાના 120 દિવસમાં બેંગલુરુ પહોચડવાના હોય છે. આ ઉપરાંત આધાર OTP, બેન્ક કે “ડી મેટ” એકાઉન્ટ વડે, નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ વગેરે વડે પણ રિટર્ન “વેલિડેટ” કરી શકાય છે. આ “વેલીડેશન” કરવામાં ઘણા રિટર્ન બાકી રહી ગયા છે. આ રિટર્ન હાલ “ઈનવેલીડેટ” થઈ ગયા છે. આ “વેલીડેશન” ના અભાવે રિટર્ન પ્રોસેસ થઈ શકે તેમ નથી. આમ, કરદાતાના રિફંડ અટવાયા હોવાની પણ અસંખ્ય ફરિયાદો મળી રહી હતી. આ ઉપરાંત લોન કેસો માં પણ આ રિટર્ન “વેલીડેટ” થવાના અભાવે કરદાતાઓ ને મુશ્કેલીઓ પડી રહી હતી. ઇન્કમ ટેક્સ હેઠળ આ પ્રકારે “વેલિડેટ” ના થયેલ રિટર્ન ને રિટર્ન ના ભરેલ હોય તેમ માનવમાં આવે છે.
ઇન્કમ ટેક્સ કાયદાનું નિયમન કરતી સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા કરદાતાઓને આ મુશ્કેલીમાં ખૂબ મોટી રાહત આપવામાં આવેલ છે. આકારણી વર્ષ 2015-16 થી 2019-20 સુધીના તમામ રિટર્ન હવે 30 સપ્ટેમ્બર 2020 સુધી સહી કરી બેંગલુરુ મોકલી શકાશે. આ ઉપરાંત આધાર OTP, બેન્ક-ડિમેટ વડે અથવા તો નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ દ્વારા OTP વડે પણ વેલિડેટ કરાવી શકાશે.
આ આદેશમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે જે રિટર્ન સંદર્ભે ઇન્કમ ટેક્સ ખાતા દ્વારા કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હશે તેવા રિટર્નને આ છૂટછાટ નો લાભ મળી શકશે નહીં. 30.09.2020 સુધીમાં “વેરિફિકેશન” ની સમયમર્યાદા નો લાભ લીધો હશે તેવા રિટર્ન પ્રોસેસ કરવા માટે આવકવેરા ખાતાને 31.12.2020 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
CBDT દ્વારા આપવામાં આવેલ આ રાહત કરદાતાઓ ને ખૂબ ઉપયોગી રહેશે તેવું માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.
Income tax receipt received after due date vala veryfy kevi rite karva
You need to e verify again by Aadhar OTP or Bank-Demat validation