કેશોદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ખાતા ધારકની રકમ લેવામાં આવતી ના હોવાની ઉઠતી રાવ
બ્રાન્ચમાં રકમ ભરવા ગયા તો કહે ATM મશીનમાં ભરો, ATM મશીન છે “ઑક્સીજન” ઉપર!!!
તા. 09.09.2020: કેશોદની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા BSE કેશોદ બ્રાન્ચમાં ગ્રાહકોને રોકડ રકમ ભરવામાં કડવો અનુભવ થયો છે. મળતા સમાચારો મુજબ બેન્કમાં રકમ જમા કરાવવા જતાં ગ્રાહકોને જણાવવામાં આવે છે કે બેન્ક બ્રાન્ચમાં રોકડ રકમ લેવામાં આવશે નહીં. આ રકમ ATM/કેશ મશીનમાં જમા કરવો. આ મશીનમાં રકમ જમા કરવા ગ્રાહક જાય છે ત્યારે આ મશીન પણ બંધ હોવાથી આ રકમ જમા કરવી શક્ય ના હતા. તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે બેન્કથી થોડે દૂર એક બેંકિંગ કરસપોનડ્ંટ છે ત્યાં રકમ જમા થઈ શકશે. ત્યાં જતાંજ રકમ જમા થઈ ગઈ હતી પરંતુ ગ્રાહક પાસે આ જમા રકમ ઉપર 1% ચાર્જ વસૂલવામાં આવેલ હતો. સામાન્ય વ્યક્તિ પોતાની બચત જ્યારે બેન્કમાં જમા કરવા જાય અને 8200 જેવી રકમ ઉપર 81 રૂ નો ચાર્જ લગાડવામાં આવે તે કેવી રીતે સહન કરી શકે?? ટેક્સ ટુડે દ્વારા કરવામાં આવેલ શંશોધન મુજબ બેંકિંગ કરસપોનડંટ અંગેના RBIના 28 સપ્ટેમ્બર 2010 ના સર્ક્યુલરની ક્લોઝ 9 મુજબ તમામ બિઝનેસ કરસપોનડંટને કોઈ પણ પ્રકારની ફી વસૂલ કરવા મનાઈ કરવામાં આવેલ છે. આ પ્રકારની સેવા આપનારને બેન્ક દ્વારા ફી ચૂકવવાની રહે છે. આ ઉપરાંત કોઈ પણ જાતના સર્વિસ ચાર્જ લેવાના થાય તો તે અંગે પણ સ્પષ્ટ બોર્ડ લગાડવું આ કરસપોનડ્ંટ માટે જરૂરી હોય છે. આ પ્રકારનું ચાર્જ દર્શાવતુ બોર્ડ પણ બિઝનેસ કરસપોનડ્ંટની ઓફિસ ઉપર હતું નહીં.
આ બાબતે ટેક્સ ટુડે દ્વારા બેન્કનો સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ બઁકના જવાબદાર અધિકારી દ્વારા પોતે આ અંગે મીડિયા સમક્ષ કશું કહેવાની સત્તા ધરાવતા નથી અને આ માટે વેરાવળ SBI નો સંપર્ક કરવા અમને જણાવવામાં આવ્યું હતું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના આ પ્રકારના વહીવટ બાબતે લોકમુખે ટીકાઓ થઈ રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ થઈ રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.