ચોપડામાં ખોટી એન્ટ્રી કરનાર તથા તેમાં મદદ કરનાર ઉપર ઇન્કમ ટેક્સ હેઠળ પેનલ્ટી અંગેની કાર્યવાહી કરવા સૂચના આપતી CBDT
તા. 18.01.2021: ઇન્કમ ટેક્સ નું નિયમન કરતાં સર્વોચ્ચ બોર્ડ CBDT દ્વારા તેમના હેઠળના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યુ છે કે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 01 એપ્રિલ 2020 થી ચોપડમાં ખોટી એન્ટ્રી કરનાર તથા તેમાં મદદ કરનાર વ્યક્તિ ઉપર કલમ 271AAD હેઠળ દંડની કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ઇન્કમ ટેક્સ કાયદામાં ખોટી એન્ટ્રી કરવા માટે હવે જેટલી રકમની એન્ટ્રી ખોટી હોય તેટલી રકમના દંડ કરવાની સત્તા કાયદા દ્વારા અધિકારીને આપવામાં આવેલ છે. આ ઉપરાંત આવી ખોટી એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તેવા વ્યક્તિને પણ તેટલી રકમનો દંડ કરવાની સત્તા પણ કાયદામાં અધિકારીને આપવામાં આવેલ છે. તમામ અધિકારીઓએ પોતાના હેઠળ પડતાં કેસોમાં આ પ્રકારની ખોટી એન્ટ્રી માટે દંડની કાર્યવાહી કરે તેવી સૂચના કરદાતાઓની તથા ટેક્સ પ્રોફેશનલ્સની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.