સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 20th September 2021

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

 

Experts

જી.એસ.ટી

  1. અમારા અસીલ સેવા પૂરી પાડે છે. નાણાકીય વર્ષ 2020-21 માટે તેઓની સેવાઓનું ટર્નઓવર 20 લાખથી વધુ હતું. હવે નાણાકીય વર્ષ 2021-22 માં તેઓનું ટર્નઓવર 10 લાખ જ છે. આવા સંજોગોમાં શું તેઓએ જી.એસ.ટી. નોંધણી દાખલો લેવો ફરજિયાત બને?                              અબ્દુલ કાદિર પઠાણ, ટેક્સ કન્સલ્ટન્ટ, અમદાવાદ

જવાબ: હા, જી.એસ.ટી. કાયદાની કલમ 22 હેઠળ નોંધણી લેવા જવાબદાર બને. 2021-22 નું વર્ષ પૂર્ણ થયા બાદ જો ટર્નઓવર 20 લાખથી નીચે હોય તો નોંધણી દાખલો રદ કરાવવાનો વિકલ્પ રહે.

     2.અમારા અસીલ ઉત્પાદક છે. તેઓના માલ ઉપર જી.એસ.ટી. નો દર 5% છે. તેઓ જે ટ્રાન્સપોર્ટરની સેવા લે છે તે પૈકી અમુક ટ્રાન્સપોર્ટર 12% જી.એસ.ટી. વસૂલ કરી ફોરવર્ડ ચાર્જના બિલો બનાવે છે જ્યારે અમુક ટ્રાન્સપોર્ટર 5% જી.એસ.ટી. RCM લેખે ભરવા દર્શાવી બિલ આપે છે. મારો પ્રશ્ન એ છે કે શું અમારા અસીલ માલ સમાન ઉપર 5% તથા ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઉપર 12 % અલગ ઉઘરાવી એક જ બિલ બનાવી શકે છે?                                                     પિયુષ લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, માંડવી

જવાબ: તમારા અસીલ જો FOR (Freight on Road) ધોરણે એટલે કે વેચનાર જ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ભોગવતો હોય તો આ પ્રકારના વ્યવહાર કંપોઝીટ સપ્લાય ગણાય. મૂળ સપ્લાય એ માલની સપ્લાય હોય માલના દરે 5% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે. હા, તમારા અસીલ વેચાણની રકમ અલગ દર્શાવી, ટ્રાન્સપોર્ટ અલગ દર્શાવી 12% લેખે એક જ બિલ બનાવી શકે છે તેવો અમારો મત છે.       

3. અમારા અસીલ ભાગીદારી પેઢી છે. તેઓએ પાછલા બે વર્ષ માટે 1 લાખથી વધુ ઇન્કમ ટેક્સ ભરેલ હોય. આ સંજોગોમાં જી.એસ.ટી. નિયમ 86(B) હેઠળ આપવામાં આવેલ મુક્તિનો લાભ તેઓ ને મળે?                  જિગર વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ

જવાબ: હા, જો નોંધાયેલ પેઢી દ્વારા પાછલા વર્ષમાં 1 લાખથી વધુ ઇન્કમ ટેક્સ ભરેલ હોય તો 86B હેઠળ ના આપવાદોમાં પડે અને નિયમ 86B લાગુ થવામાં મુક્તિ મળે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ જી.એસ.ટી. નંબર ધરાવે છે. હવે તેઓએ એ જ જી.એસ.ટી. નંબર ઉપર બીજી બ્રાન્ચ ખોલવી છે. નવી બ્રાન્ચમાં ધંધાનું નામ (ટ્રેડ નેઇમ) અલગ રાખી શકાય? શું અલગ નામ રાખવા અલગ જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત બને?                                                         વિષ્ણુભાઈ ટાંક, ટેક્સ એડવોકેટ, ડીસા

જવાબ: તમે એક જ જી.એસ.ટી. નંબર ઉપર બીજી બ્રાન્ચ ખોલી શકો. અલગ ધંધાનું નામ (ટ્રેડ નેઇમ) પણ ચોક્કસ રાખી શકો. પરંતુ હાલ, જી.એસ.ટી. પોર્ટલ ઉપર નવી બ્રાન્ચનું અલગ ટ્રેડ નેઇમ રાખવાનો વિકલ્પ નથી. આમ, આ ટ્રેડ નેઇમ તમારે એડ્રેસના કૉલમમાં આપવું જોઈએ તેવો અમારો મત છે. અલગ ધંધાના નામ સાથે નવી બ્રાન્ચ ખોલવા નવો જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત નથી તેવો અમારો મત છે. જો કે અલગ રાજ્યમાં બ્રાન્ચ ખોલવામાં આવે તો નવો જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત બને.

    

 ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!