સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 06th December 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.
જી.એસ.ટી (વેટ)
- અમારા અસીલને ગુજરાત વેટ કાયદાની કલમ 67 તથા 70 હેઠળ, વર્ષ 2015-16 તથા 2016 17 માટે નમૂનો 401 માં નોટિસ મળેલ છે. આ નોટિસ હાલ નવેમ્બર 2021 માં મળેલ છે. શું આ નોટિસ સમય મર્યાદા બહારની ના ગણાય? વેટ કાયદા હેઠળ કેટલા વર્ષના હિસાબી સાહિત્યો રાખવા જરૂરી છે? ગૌરવ પટેલ, ટેક્સ એડવોકેટ, ખેડા
જવાબ: વેટ કાયદા હેઠળ હવે માત્ર ઇસસ્યું બેઝ નોટિસ નીકળી શકે છે. આ નોટિસ હોય તો કોઈ ચોક્કસ મુદ્દા ઉપર હોય શકે છે. આ સિવાય સંપૂર્ણ આકારણી (ઓડિટ આકારણી) ની નોટિસ હવે નીકળી શકે નહીં. “ઇસસ્યું બેઝ” ના હોય તેવી નોટિસ ટાઈમ બર્ડ ગણાય. જી.એસ.ટી. કાયદાની કલમ 64 મુજબ નાણાકીય વર્ષના અંતની 6 વર્ષ સુધીના ચોપડા જાળવવા જરૂરી છે.
2. અમારા અસીલ ઉત્પાદક છે. તેઓ દ્વારા ઉત્પાદિત માલ ઉપર 5% જી.એસ.ટી. લાગુ પડે છે. અન્ય રાજ્યમાં માલ મોકલવા માટે તેઓ જે ટ્રાન્સપોર્ટ સેવાનો ઉપયોગ કરે છે તે સેવા ઉપર તેઓ 12% જી.એસ.ટી. ભરે છે. શું અમે વેચાણ બિલ બનાવીએ ત્યારે ખરીદનાર પાસેથી માલ ઉપર 5% તથા ટ્રાન્સપોર્ટેશન ઉપર 12% દર્શાવી બિલ બનાવી શકીએ? હિત લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ કચ્છ
જવાબ: આપના અસીલ દ્વારા જો માલના બિલ સાથે જ આ ટ્રાન્સપોર્ટેશનની રકમ ઉમેરવામાં આવતી હોય તો તેમાં માલની રકમનો ટેક્સ અંગેનો દર જ દર્શાવી શકાય. હા, ટ્રાન્સપોર્ટેશનનું અલગ બિલ બનાવી 12% ના દર વસૂલી શકાય તેવો અમારો મત છે.
3. અમારા અસીલ માલિકી ધોરણે ધંધો ચલાવતા હતા. તેઓનું અવસાન થતાં તેઓના વરસદારે માલિકી ધોરણે ધંધો સાંભળેલ છે. નવા ધંધા માટે નવો નંબર મેળવેલ છે. અમારો પ્રશ્ન એ છે કે નવો નંબર વારસદાર દ્વારા મેળવવામાં આવે ત્યાં સુધી કેટલો સમય જૂના નંબર ઉપર કેટલા સમય સુધી ઓથોરાઈઝ વ્યક્તિ તરીકે ધંધો ચલાવી શકે? અમારા મૃત અસીલના જૂના ઓર્ડર મુજબ તેઓના મૃત્યુ બાદ પણ અમુક માલ આવેલ છે. આ માલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય? જિજ્ઞેશભાઈ ધ્રુવ, ધોરાજી
જવાબ: વારસદાર તરીકે એ કેટલા દિવસ ધંધો ચલાવી શકે તે બાબતે જણાવવું જરૂરી છે કે જી.એસ.ટી. કાયદા હેઠળ વારસદાર એક પણ દિવસ ધંધો ચલાવી શકે નહીં. જી.એસ.ટી કાયદા હેઠળ માલિકી ધોરણે ધંધો કરતાં કરદાતાના મૃત્યુ બાદ “ટ્રાન્સફરી” તરીકે નંબર લેવા માટે મૃત્યુ તારીખથી 30 દિવસનો સમય આપવામાં આવેલ છે. આપના અસીલના મૃત્યુ બાદ જે ખરીદ ઓર્ડર મુજબ માલ આવેલ છે તેના માટે વેચનાર પાસે જી.એસ.ટી. કાયદાની કલમ 31(3) હેઠળ નવા જી.એસ.ટી. નંબર સાથેના “રીવાઈઝ ઇંવોઇસ” લેવાના રહે જેથી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નવા જી.એસ.ટી. નંબરમાં જ મળી શકે.
4. અમારા અસીલ કંપોઝીશન પરવાનગી ધરાવતા કરદાતા હતા. તેઓ દ્વારા જી.એસ.ટી. નોંધણી દાખલો રદ કરવા અરજી કરવમાં આવેલ છે. તેઓને ડિપાર્ટમેંટ તરફથી સ્ટોક ઉપર ટેક્સ ભરવા નોટિસ આપવામાં આવેલ છે. શું કંપોઝીશન ડીલર નોંધણી દાખલો રદ કરતાં સમયે સ્ટોક ઉપર ટેક્સ ભરવા જવાબદાર બને? સરાનખાવાલા એસોશીએટ્સ, વડોદરા
જવાબ: ના, અમારા મત મુજબ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતા સ્ટોક ઉપર ટેક્સ ભરવા જવાબદાર બને નહીં. પરંતુ “પ્રેક્ટિકલી” જો સ્ટોક પર ભરવાની રકમ સામાન્ય હોય તો આ બાબતે માનસિક શાંતિ માટે વેરો ભરી આપવાના વિકલ્પ પણ ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા સૂચવવામાં આવતા હોય છે.
- અમારા અસીલને નાણાકીય વર્ષ 2019 20 માટે વ્યાજ ભરવા માટેની નોટિસ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી આપવામાં આવેલ છે. અમારા અસિલે ટેક્સ સમયસર ચલણ દ્વારા ભરી આપવામાં આવ્યો હતો. પરંતુ રિટર્ન ભરવામાં તેઓ મોડા પડ્યા હતા. શું આ રકમ ઉપર વ્યાજની જવાબદારી આવે? પ્રશાંત ઠક્કર, પાટણ
જવાબ: હા, આવા કિસ્સામાં જ્યાં સુધી ચલણ દ્વારા ભરેલ રકમ રિટર્ન દ્વારા સેટ ઓફ ના થઈ જાય ત્યાં સુધી કરદાતાની વ્યાજ ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલને બે વર્ષ અગાઉ ઇન્કમ ટેક્સ નોટિસ આવેલ હતી. આ નોટિસનો પ્રતિઉત્તરના આપવાના કારણે ઇન્કમ ટેક્સ તરફથી ડિમાન્ડ નોટિસ આપવામાં આવેલ હતી. તેઓનું ચાર મહિના અગાઉ આકસ્મિક મૃત્યુ થયેલ છે. હવે આ સંજોગોમાં મારા અસીલના વારસો માટે શું વિકલ્પ રહે? પિયુષ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ, કચ્છ.
જવાબ: તમારા અસીલ પાસે વારસદાર તરીકે અપીલ ફાઇલ કરવાનો હક્ક રહેલ છે. જો અપીલ ફાઇલ કરવામાં ના આવે તો મૃત વ્યક્તિ પાસેથી મેળવેલ મિલ્કતોની મર્યાદામાં તેઓના વારસદાર, જે તે ડિમાન્ડ સામે ઇન્કમ ટેક્સ ભરવા જવાબદાર બને તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.