જી.એસ.ટી. હેઠળ માલના સપ્લાયનું સ્થળ (Place of supply of goods) થાય કેવી રીતે નક્કી?? વાંચો આ વિશેષ લેખ
By અલ્કેશ જાની
તા. 20.12.2021
કોઈ વ્યવહાર ઉપર CGST-SGST લાગુ પડે કે IGST તે બાબતે આ લેખ બનશે વાંચકો માટે ખાસ ઉપયોગી
GST સપ્લાય (પુરવઠો) અને ગંતવ્ય આધારિત છે,ગંતવ્ય એટલે કેvમંજિલ, પહોંચવાનું સ્થળ, અંતિમ મુકામ, છેવટનું સ્થળવગેરે.માલની હેરફેર વગર વ્યવસાય કે ધંધો કરવો લગભગ અશક્ય છે.આ લેખમાં આપણે Ex-factory ડિલિવરી જેમાં માલનું હેરફેર સામેલ છે તે કિસ્સામાં સપ્લાયનું સ્થળ કયું હશે તેના વિષે ચર્ચા કરીશું.
આને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ,અમદાવાદના M/s.AHD (GST સાથે રજિસ્ટર થયેલ છે) પેટ બોટલના ઉત્પાદનમાં રોકાયેલ છે. M/s. MAH (GST સાથે રજિસ્ટર થયેલ છે) મુંબઈના M/s. AHD સાથે પેટ બોટલ ખરીદવા માટે સોદો કરવામાં આવ્યો છે અને M/s. AHD ફૅક્ટરીના ગેટ (Ex-factory) પર ઇચ્છિત જથ્થો આપવા સંમત થાય છે. M/s AHD, M/s. MAHના GSTIN અને મુંબઈના સરનામા સાથે ઇનવોઇસ જારી કરે છે અને ફૅક્ટરીના ગેટ પર માલ આપે છે.
પ્રશ્ન છે કે સપ્લાયનું સ્થળ કયું હશે રાજ્યાંતર્ગત (રાજ્યની અંદર) કે આંતરરાજ્ય (એક રાજ્ય થી બીજા રાજ્ય) અને શું CGST + SGST લાગશે કે IGST?
ઉપરોક્ત પ્રશ્નનો જવાબ મેળવવા માટે, આપણે પહેલા CGST Act,2017ની કલમ 9 (1) પર એક નજર નાખવી જોઈએ. CGST Act, 2017ની કલમ9(1)માં માનવ વપરાશ માટે આલ્કોહોલિક દારૂના સપ્લાય સિવાય માલ અને/અથવા સેવાઓના તમામ ‘ઇન્ટ્રા-સ્ટેટ’ (રાજ્યાંતર્ગત,રાજ્યની અંદર) સપ્લાય પર CGST અને SGSTવસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, IGST Act, 2017નીકલમ5(1)માં માનવ વપરાશ માટે આલ્કોહોલિક દારૂના સપ્લાય સિવાય માલ અને/ અથવા સેવાઓના તમામ ‘ઇન્ટર સ્ટેટ'(આંતર-રાજ્ય)સપ્લાય પર IGST વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.
IGST Act, 2017ની કલમ 7(1), 7(2) અને 8(1), 8(2) માં’ઇન્ટરસ્ટેટ’ અને ‘ઇન્ટ્રા-સ્ટેટ’ સપ્લાયની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. આ જોગવાઈનું સારાંશ જણાવે છે કે જ્યાં ‘સપ્લાયરનું સ્થાન‘ અને ‘સપ્લાયનું સ્થળ‘ એક જ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં છે, ત્યાં પુરવઠાને’ઇન્ટ્રા-સ્ટેટ’ સપ્લાય માનવામાં આવશે અને જ્યાં તે વિવિધ રાજ્યોમાં અથવા વિવિધ કેન્દ્રશાસિત પ્રદેશોમાં અથવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે, ત્યાં પુરવઠાને’ઇન્ટર સ્ટેટ’ સપ્લાય તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આમ, ‘સપ્લાયનું સ્થળ’ અને ‘સપ્લાયરનું સ્થાન’ નક્કી કરે છે કે સપ્લાયને ‘ઇન્ટ્રા-સ્ટેટ’ સપ્લાય અથવા ‘ઇન્ટર સ્ટેટ’ સપ્લાય તરીકે ગણી શકાય છે કે નહીં.
હવે આપણે IGST Act, 2017ની કલમ 10(1)(a)નેવાંચને લઇએ જેમાં માલના ‘સપ્લાયનું સ્થળ’ નક્કી કરવા સંબંધિત જોગવાઈ છે જેમાં સપ્લાયમાં માલની હેરફેર શામેલ છે. તે નીચે રજુ કરવામાં આવ્યું છે:
“10. (1)The place of supply of goods, other than supply of goods imported into, or exported from India, shall be as under –
(a) where the supply involves movement of goods, whether by the supplier or the recipient or by any other person, the place of supply of such goods shall be the location of the goods at the time movement of goods terminates for delivery to the recipient.”
અહીંયાં માલ આપનાર ફૅક્ટરી ગેટ ઉપર માલની ડિલિવરી આપે છે, તેને હેરફેર સમાપ્ત થઈ ગઈ છે તેમ ન કહી શકાય કારણકે તે માલનું ગંતવ્ય એટલે કે અંતિમ મુકામ નથી. જો ઉપર આપેલી જોગવાઈને ધ્યાનથી વાંચતા તેવું ફલિત થાય છે કે ‘where the supply involves movement of goods’ તેના પછી ‘whether by the supplier or by recipient’ શબ્દ વાપરવામાં આવ્યા છે, તેનો અર્થ એવો થાય કે ફૅક્ટરી ગેટ ઉપર માલ આપ્યા પછી માલ લેનાર તે માલને ગંતવ્ય સ્થાન એટલે કે અંતિમ મુકામ, ઈન્વોઈસમાં આપેલા સરનામા સુધી પહોંચાડવાની જવાબદારી લે છે. અન્ય કોઈ વ્યક્તિ જેમ કે ટ્રાન્સપોર્ટર લેનાર અથવા આપનાર વતી એને અમુક સ્થાન સુધી પહોંચાડવાની જવાબદારી લે છે, તેથી માલનું ગંતવ્ય સ્થાન એટલે કે અંતિમ મુકામ લેનારના સરનામે, ડિલિવરી આખરે સમાપ્ત થઈ ગણાય,તેથી માલની ડિલિવરી આખરે જ્યાં સમાપ્ત થાય છે તેને માલના સપ્લાયનું સ્થળ ગણવામાં આવશે.
ઉપર આપેલી જોગવાઈ અને તેના વિશેષણ મુજબ ઉપર આપેલા ઉદાહરણમાં તેને ‘ઇન્ટર સ્ટેટ’સપ્લાય ગણવામાં આવશે અને ‘સપ્લાયનું સ્થળ,ઇન્વોઇસમાં આપ્યા મુજબ મહારાષ્ટ્ર ગણવામાં આવશેઅને તેના પર IGST લાગશે.
આ કિસ્સાનું અર્થઘટન TSAAR Order No.03/2020 તારીખ 02.03.2020 તેલંગણ દ્વારા આપેલા એડવાન્સ રૂલિંગના આધારે લીધેલો છે. જોકે એડવાન્સ રૂલિંગ માત્ર અરજદાર અને તેના અધિકાર ક્ષેત્રના અધિકારી પૂરતું જ સીમિત હોય છે, પણ તેમાં આપેલા અર્થઘટનનો, જ્યાં સુધી કોઈ ઉચ્ચ ન્યાયીક ચુકાદો ન આવે ત્યાં સુધી, આધાર લઇ શકાય.
(લેખક જી.એસ.ટી. ઉપર જાણીતા બ્લોગર છે. તેઓના જી.એસ.ટી. ઉપરના લેખો https://janialkesh.blogspot.com ઉપર વાંચી શકાય છે)
(ડિસ્ક્લેમર: લેખમાં આપવામાં આવેલ અર્થઘટન એ લેખકના જી.એસ.ટી. કાયદા હેઠળના અંગત અભિપ્રાય છે. આ લેખ વાંચી, કરદાતા કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં કે ના કરવામાં આવેલ કામ બાબતે લેખક કે પ્રકાશક (ટેક્સ ટુડે) કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં)