પ્રસિદ્ધ પર્યટન સ્થળ સાસણની હોટેલ-ગેસ્ટ હાઉસ ઉપર રાજ્ય જી.એસ.ટી. ની મોટા પાયે તપાસ
ગઇકાલથી શરૂ થયેલ તપાસ હજુ કેટલાક દિવસ ચાલે તેવી શક્યતા: મોટી કરચોરી આવી શકે છે બાહર
તા. 05.06.2022: ગુજરાતના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સાસણની કેટલીક હોટેલ-ગેસ્ટ હાઉસ ઉપર રાજ્ય જી.એસ.ટી. દ્વારા તપાસ હાથ ધરાઇ રહી હોવાની માહિતી મળી રહી છે. ગઇકાલે શરૂ થયેલ આ કાર્યવાહી હજુ કેટલાક દિવસ ચાલી શકે છે તેવી માહિતી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહી છે. રાજ્ય જી.એસ.ટી. ના ઉચ્ચ અધિકારીની સીધી દેખરેખ નીચે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી પણ માહિતી મળી રહી છે. ઓનલાઈન બુકિંગ, કરમુક્ત સેવા વગેરે જેવા મુદ્દાઓ ઉપર આ તપાસ હાથ ધરાઇ રહી છે. આટલા મોટા પ્રમાણમા સાસણની હોટેલ ઉપર જી.એસ.ટી. અંગે કાર્યવાહી થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. સાસણ સહિત આજુબાજુના વિસ્તારોમાં આ કાર્યવાહીથી કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વેકેશનની મૌસમમાં આ કાર્યવાહી થતાં હોટેલ માલિકો તથા ગેસ્ટ હાઉસ ધારકો ધંધાને પણ અસર થશે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે