AIFTP સ્થાપના દિનની નડિયાદ ખાતે ઉજવણી
Reading Time: < 1 minute
તા. 12.11.2022: તારીખ 11.11.2022 ના રોજ ટેક્ષ પ્રેકટીશનર એસોસિએશન નડિયાદ ઘ્વારા ભારત ની ઉચ્ચ સ્તરીય સંસ્થા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેકટીશનર (AIFTP), મુંબઈ ના ૪૬ સ્થાપના દિનને ટેક્સ પ્રેકટિશનર એસોસીએશન નડિયાદના સભ્યો દ્વારા સાથે મળી સ્થાપના દિન નિમિતે ૧૧ તારીખ ૧૧ મિનિટ ને ૧૧ સેકન્ડે ફ્લેગ હોસ્ટીંગ કરીને એકબીજાને સ્થાપના દિન ની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પ્રમુખ કંદર્પ ગજ્જર, આઈપીપી અને એજ઼ીએફટીસી સિનિયર વીપી સીએ રવી શાહ, એઆઈએફટીપી મેમ્બર્સશિપ ચેરમેન અમિત સોની, મંત્રી ચેતન ગજ્જર, ઉપ પ્રમુખ અમિત પંચાલ, સીએ જાગૃત શાહ, સીએ કેતુલ સોની, એડવોકેટ દિવ્યેશ શાહ, એડવોકેટ અશોકભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે પ્રતિનિધિ, નડિયાદ,