સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 28TH January 2023
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી./વેટ
- અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. તેઓએ ધંધાના બંધારણમાં ફેરફાર કરેલ છે. તેઓના ભાગીદારીમાં એક ભાગીદાર HUF ને સમાવેશ કરેલ છે. HUF ના નામ ને કોર ફિલ્ડમાં ભાગીદાર તરીકે ઉમેરવા જતાં (HUF) બ્રેકેટમાં લેવાની પરવાનગી આપતું નથી. બ્રેકેટ વગર અરજી કરીએ તો વેલિડેશન એરર આવે છે. આ અંગે વ્યાવહારિક માર્ગદર્શન આપવા વિનંતી. ઉદય જાગાણી
જવાબ: અમારા માટે HUF પાર્ટનર હોય તેવા કિસ્સામાં First Name માં જ HUF નું પૂરું નામ PAN પ્રમાણે નાંખવાનું રહે. આ રીતે પ્રયાસ કરી જોશો તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- શું કોઈ સરકારી કર્મચારી જેવા કે શિક્ષક, નાયબ મામલતદાર વગેરે કોઈ પણ કર્મચારી ઇન્કમ ટેક્સ નિયમ મુજબ રાજકીય પક્ષોને દાન આપી શકે? કલ્પેશકુમાર ચૌહાણ
જવાબ: હાં, ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ શિક્ષક, નાયબ મામલતદાર જેવા કોઈ પણ સરકારી કર્મચારી પણ દાન આપી શકે છે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
SIR I HAVE A QUESTION REGARDING THE APPLICABILITY OF GST ON NATUROPATHY TREATMENT PROVIDING CENTRE, WHERE THEY PROVIDE TREATMENT ON THE BASIS OF STAY AT CENTRE S PER REQUIRED NEED OF PATIENT?
dear sir, pls e mail your question on taxtodayuna@gmail.com