આણંદના જીએસટી વ્યવસાયીઓને અધિકારી ધ્વારા બિન જરૂરી કનડગત અંગે રજૂઆત
તા. 25.03.2023: આણંદ વેટ બાર એસોસિએશન ધ્વારા આણંદ કચેરી ના સહાયક રાજ્ય વેરા કમિશ્નર પ્રવીણભાઈ પ્રજાપતિ (ઘટક- ૫૧) ધ્વારા થતી કનડગત જેવીકે નોધણી નંબર ઇસ્યુ, નોધણી નંબર રદ ની કાર્યવાહી , નોધણી નંબર રિસ્ટોર વિગેરે બાબતો માં બિન જરૂરી હેરાનગતિ કરવામાં આવે છે. ગઇકાલે નાયબ રાજ્ય વેરા કમિશ્નર ડી સી પરમાર ની કચેરી મુલાકાત સમયે એસોશિએશન ના પ્રમુખ પરાગ દવે, કારોબારી સભ્યો અને સામાનય સભ્ય ધ્વારા રુબરુમાં મૌખિક ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં કચેરીના કનડગત અધિકારી એ અગાઉ સ્વૈચ્છીક રાજીનામા મુકેલ છે જે નામંજૂર થયેલ છે જેના કારણે અધિકારી પોતાની બદલી અને રાજીનામુ મંજૂર કરાવવા વેપારી આલમ અને ટેક્ષ વ્યવસાયીઓ ને યેનકેન પ્રકારે નકારાત્મક પગલાં લઈને અરાજકતા ફેલાવે છે. આમ વેટ બાર એસોશિએસન ધ્વારા ઉપલા અધિકારીઓ ને જાણ કરીને યોગ્ય તે કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.
અમિત સોની ( ટેક્ષ ટુ ડે પ્રતિનિધિ )