જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ રિવર્સલ અંગે રી કલેઇમ કેવી રીતે કરશો???
-By Prashant Makwana, Tax Consultant
તા. 04.09.2023: ઓગસ્ટ-2022 માં GSTR-3B ના ટેબલ 4(A) માં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ ટેબલ 4(B)(1) માં આપણે એવી ITC REVERSE કરી છી કે જે ITC પછી ક્યારેય આપણે RE-CLAIM કરવાની નથી
ટેબલ 4(B)(2) માં આપણે એવી ITC REVERSE કરી છી જે આપણે ભવિષ્યમાં પાછી RE-CLAIM કરવાની છે અત્યાર સુધી પોર્ટલ પર એવો કોઈ રેકોર્ડ મેન્ટેઈન ન તો થતો જેમાં કેટલી ITC પાછી RE-CLAIM કરવાની છે તે ખબર પડે. આનો દુર ઉપયોગ કરીને કરદાતા ITC REVERSE કરે છે તેના કરતા વધારે ITC RE-CLAIM કરી લેતા હતા. આવી ખોટી ITC RE-CLAIM ન કરી શકે તેના માટે ઓગસ્ટ-2023 ના ટેક્ષ પીરીયડથી ELECTRONIC CREDIT REVERSAL AND RE-CLAIM STATEMENT લાગુ કરવામાં આવ્યું છે તેની સરળ ભાષામાં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.
- ELECTRONIC CREDIT REVERSAL AND RE-CLAIM STATEMENT
- ITC REVERSAL AND RE-CLAIM નો રેકોર્ડ મેન્સન થાય તે માટે જે ટેક્ષ પેયર MONTHLY RETURN ફાઈલ કરે છે તે કરદાતા એ 31/07/2023 સુધીમાં ટેક્ષ પીરીયડ જેટલી ITC એવી હોઈ કે જે GSTR-3B ટેબલ 4(B)(2) માં REVERSE કરી છે પરંતુ RE-CLAIM કરવાની બાકી છે તે 30/11 2023 સુધીમાં GST પોર્ટલ પર રિપોર્ટ કરી દેવાની
- જે કરદાતા QUARTLY RETURN ફાઈલ કરે છે તે કરદાતા એ APRIL-2023 TO JUNE-2023 ના ટેક્ષ પીરીયડ સુધી ની જેટલી ITC ટેબલ 4(B)(2) માં REVERSE કરી છે પરંતુ RE-CLAIM નથી કરી તેને 30/11/2023 સુધીમાં GST પોર્ટલ પર રિપોર્ટ કરી દેવાની
- જે કરદાતા 30/11/2023 સુધીમાં પોર્ટલ પર રીપોર્ટ ન કરે તો એવું માની લેવામાં આવશે કે કરદાતા ને RE-CLAIM કરવાની કોઈ ITC બાકી નથી
- 30/11/2023 થી 31/12/2023 સુધીમાં આપણે જે OPENING BALANCE રિપોર્ટ કર્યું તેમાં કોઈ સુધારો કરવો હોય તો કરી શકાશે
- 30/11/2023 પછી ITC RE-CLAIM નું રીપોર્ટીંગ કરવાનું બંધ થય જશે
- GST પોર્ટલ પર એક સ્ટેટમેન્ટ જનરેટ થશે જેમાં ક્યાં મહિનામાં કેટલી ITC REVERSE કરી છે અને કેટલી RE-CLAIM કરી છે તે બતાવશે કેટલી ITC RE-CLAIM કરવાની બાકી છે તે પણ બતાવશે.
- AUGUST-2023 થી આપણે જયારે ITC RE-CLAIM કરી ત્યારે પહેલા કેટલી ITC RE-CLAIM કરવાની બાકી છે તે ચેક કરવાનું અને જેટલી ITC RE-CLAIM કરવાની બાકી છે તેના કરતા વધારે RE-CLAIM કરશું તો વોર્નિંગ મેસેજ આવશે
- જેટલી ITC RE-CLAIM કરવાની બાકી છે તેન કરતા વધારે ITC RE-CLAIM કરી શકે નહિ પરંતુ પોર્ટલ પર હાલમાં વધારે ITC RE-CLAIM કરી તો કરી શકીશું પરંતુ તેમાં એલર્ટ મેસેજ આવશે.
(લેખક સુરેન્દ્રનગર ખાતે ટેક્સ પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)