સપ્ટેમ્બર મહિનાનું જી.એસ.ટી. કલેક્શન 162712 કરોડને પાર: પ્રથમ છ માસિક ગાળાનો જી.એસ.ટી. 9,92,508 કરોડ રહેવા પામ્યો
01.10.2023: સપ્ટેમ્બર 2023 ના જી.એસ.ટી. કલેક્શનના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. આ આંકડા અનુસાર સપ્ટેમ્બર 2023 નું ગ્રોસ જી.એસ.ટી. કલેક્શન 1,62,712 કરોડ રહેવા પામ્યું છે, જે વાર્ષિક ધોરણે (Y2Y) 10% ની વૃદ્ધિ દર્શાવે છે. આ જી.એસ.ટી. કલેક્શનમાં CGST 29,818 કરોડ, SGST 37,657 કરોડ, IGST 83,623 કરોડ તથા સેસ 11613 કરોડ રહેવા પામ્યો છે. આ સાથે આ નાણાકીય વર્ષમાં આ ચોથી વાર જી.એસ.ટી. કલેક્શન 1.60 લાખ કરોડને પાર રહેવા પામ્યું છે. આ સાથે જ પ્રથમ છ માસ માટેનું જી.એસ.ટી. કલેક્શન 9,92,508 કરોડ રહેવા પામ્યું છે જે વાર્ષિક ધોરણે (Y2Y) 11% ની વૃદ્ધિ દર્શાવે છે. પ્રથમ છ મહિનાનું એવરેજ જી.એસ.ટી. કલેક્શન 1.65 કરોડ જેટલું રહેવા પામ્યું છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે