GST અંતર્ગત નવા ઉમેરેલા Rule 88D અને Rule 59 માં એક ક્લોજ ઉમેરવામાં આવ્યો છે તેની સરળ ભાષા માં સમજુતી. ( Dated : 16.10.2023) By Prashant Makwana
પ્રસ્તાવના :
GST અંતર્ગત વેપારી GSTR-3B રીટર્ન દ્વારા ITC અવેઈલ (AVAILED) કરતા હોય છે. તારીખ 01/01/2022 થી GSTR-2B માં જેટલી ITC બતાવતા હોય તેટલી જ ITC GSTR-3B માં અવેઈલ કરી શકાય પરંતુ ઘણી વખત કરદાતા GSTR-2B કરતા GSTR-3B માં વધારે ITC ક્લેમ કરતા હોય છે. GSTR-2B કરતા GSTR-3B માં વધારે ITC અવેઈલ અને યુટીલાઈઝ કરવામાં આવે ત્યારે સરકારને રેવન્યુ લોસ થતો હોય છે જયારે GSTR-2B કરતા GSTR-3B માં વધારે અવેઈલ કરવામાં આવે ત્યારે તેની ત્વરિત જાણકારી મળી જાય અને ત્વરિત ટેક્ષ ભરાય જાય તે માટે GST માં RULE-88D ઉમેરવામાં આવ્યો છે અને FORM DRC-01C જાહેર કરવામાં આવ્યું છે તેની સરળ ભાષામાં સમજુતી આ આર્ટીકલમાં આપવામાં આવી છે.
RULE-88D
1. ટેક્ષ પીરીયડ માટે GSTR-3B માં ITC અવેઈલ (Availed) કરવામાં આવી છે તે વધારે હોય અને GSTR2B માં જે ITC બતાવે છે તે ઓછી હશે તો FORM GST DRC -01C ના PART-A દ્વારા E-MAIL અને GST PORTAL દ્વારા ટેક્ષ પેયર ને જાણ કરવામાં આવશે અને કહેવામાં આવશે કે સાત દિવસ માં
- ડીફરન્સ નો ટેક્ષ વ્યાજ સાથે FORM DRC-03 દ્વારા ભરવામાં આવે
અથવા
- ટેક્ષ ના ડીફરન્સ નું કારણ સમજાવવામાં આવે.
2. નોંધાયેલ કરદાતા ને જ્યારે ઈન્ટીમેશન મળે ત્યારે ઈન્ટીમેશનમાં જે સમય આપ્યો છે તે સમય માં વ્યાજ સાથે ટેક્ષ નો ડીફરન્સ છે તે પુરેપુરો DRC-03 દ્વારા ભરવામાં આવે અથવા અડધો ટેક્ષ ભરે અને બાકીના ટેક્ષ ના ડીફરન્સ નું FORM DRC-01C ના PAR-B દ્વારા તેનું કારણ સમજાવવામાં આવે.
અથવા
FORM GST DRC-01 C ના PART-B માં ટેક્ષ ના ડીફરન્સ નું કારણ ઈલેકટ્રોનીકલ GST પોર્ટલ પર જણાવવામાં આવે.
3. RULE-88D ના SUB RULE-1 ના ઈનટીમેશન મુજબ જો ટેક્ષ પેયર ટેક્ષ નો ભરે અને ટેક્ષ ડીફરન્સ નું કારણ પણ નો જણાવે અથવા જે કારણ કરદાતા દ્વારા જાણવામાં આવ્યું છે તે ટેક્ષ ઓફિસર ને યોગ્ય નો લાગે તો તો SECTION-79 મુજબ ટેક્ષ રીકવરી ની પ્રોસેસ ઓફિસર દ્વારા શરુ કરવામાં આવશે.
RULE-59
(e) RULE-88D ની સાથે RULE-59 મા એક ક્લોઝ ઉમેરી ને બીજી એક કડક જોગવાઈ કરવા માં આવી છે. RULE-88D ના SUB RULE-1 ના ઈન્ટીમેશન મુજબ જે ટેક્ષ પેયર ટેક્ષ નો ભરે અને ટેક્ષ ડીફરન્સ નું કારણ પણ નો જણાવે તો ત્યાર પછીના ટેક્ષ પીરીયડ્સ નું GSTR-1 અથવા IFF પણ ભરી શકાશે નહી.