DSC પબ્લિક સ્કૂલ ઉનાનો વિદ્યાર્થી જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં ઝળક્યો
બાલ વ્યજ્ઞાનિક મો. શાબીર જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું
તા. 14.12.2023: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગીર સોમનાથ જિલ્લાનું પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-2023 નું આયોજન સોમનાથના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં DSC પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી મોહમદ શબીર દ્વારા રજુ કરવામાં આવેલ ક્રુતિને જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયેલ છે. આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકને તેમના સહપાઠી ફુરકાન ભિસ્તી દ્વારા સહયોગ આપમાં આવેલ હતો. શાળાના વિજ્ઞાન શિક્ષક હર્ષ રતનઘાયરા દ્વારા આ ક્રુતિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીના વાલી ડો. સલિમભાઈ દ્વારા આ ક્રુતિ તૈયાર કરવામાં અમુલ્ય યોગદાન આપવામાં આવેલ હતું. ઉલ્લેખનીય છે કે ઉના તાલુકાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં આ ક્રુતિને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ હતો. એ સમયે DSC શાળાના વિદ્યાર્થી મોહમદ શબીર તથા માનસ કાનબર દ્વારા આ ક્રુતિ દ્વારા શાળાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા બાળવૈજ્ઞાનિક, તેમના સહયોગીઓને શુંભેચ્છા પાઠવવામાં આવેલ છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે