જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તથા ડાઇંગ એન્ડ પ્રિટિંગ એસો. ના સંયુક્ત ઉપક્રમે ઇન્કમ ટેક્સ ઉપર સેમિનારનું આયોજન
ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સના ડે. પ્રેસિડ્ંટ સમીરભાઈ જાની તથા રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ CA રાજીવભાઈ દોશી દ્વારા આપવામાં આવ્યું માર્ગદર્શન:
તા. 18.02.2024: જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તથા ડાઇંગ એન્ડ પ્રિંટિંગ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે ઇન્કમ ટેક્સ હેઠળ નવી દાખલ કરવામાં આવેલ જોગવાઈ 43B(h) ના વિષય ઉપર સેમિનારનું આયોજન 17 ફેબ્રુઆરી 2024 ના રોજ રોટરી હૉલ, જેતપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જાણીતા એડવોકેટ સમીરભાઈ જાની તથા જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજીભાઇ દોશીએ ઉપસ્થિત રહી ઇન્કમ ટેક્સ હેઠળ નવી દાખલ કરાયેલ જોગવાઈ 43B(h) ઉપર ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વિષય ઉપર વેપારીઓના પ્રશ્નોના જવાબ પણ સરળ ભાષામાં આપવામાં આવ્યા હતા. સમીરભાઈ જાની, આ વર્ષ સમગ્ર ભારતમાં ફેલાયેલ ટેક્સ પ્રેકટિશનર્સના સૌથી મોટા એસોસીએશન ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સના ડે. પ્રેસિડેંટ તરીકે ચૂટાતા તેઓનું સન્માન જેતપુર ટેક્સ કન્સલ્ટન્ટસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કર્યેક્રમને સફળ બનાવવા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તથા ડાઇંગ એન્ડ પ્રિંટિંગ એસોસીએશનના હોદ્દેદારો તથા સભ્યોએ ભાગ લીધો હતો. લલિતભાઈ ગણાત્રા, ટેક્સ ટુડે, જેતપુર