“રોયલ્ટી” અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે આવ રહી છે નોટિસો!!
“માઇનિંગ” (ખાણ) સાથે જોડાયેલ ધંધાર્થીઓને 2017 18 ના વર્ષથી વેરાની જવાબદારી ભરવા આપવામાં આવી છે મસમોટી નોટિસો:
તા. 06.08.2024: જી.એસ.ટી. કાયદો 01 જુલાઇ 2017થી લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ સરકાર દ્વારા મેળવવામાં આવતી સેવાઓ ઉપર નોંધાયેલ વેપારીઓએ રિવર્સ ચાર્જ (RCM) મુજબ વેરો ભરવાની જવાબદારી આપવામાં આવેલ છે. સરકારને કરવામાં આવતી “રોયલ્ટી” ની રકમની ચુકવણી એ સરકારની સેવા બદલની ચુકવણી ગણાય કે ટેક્સ તરીકેની રકમ ગણાય તે બાબતે જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી જ અસમંજસની સ્થિતિ પ્રવર્તતી હતી. જો “રોયલ્ટી” એ ટેક્સ ગણાય તો ટેક્સ ઉપર રિવર્સ ચાર્જ હેઠળ જી.એસ.ટી. લાગુ પડે નહીં.
માનનીય સુપ્રીમ કોર્ટના હાલમાં 8:1 ના પ્રમાણમા જજોના આદેશ દ્વારા એવું ઠરાવ્યું છે કે રોયલ્ટી” એ “ટેક્સ” ગણાય નહીં પરંતુ “ફી” ગણાય. આમ, વ્યક્તિ દવારા સરકારને ચૂકવવામાં આવતી “રોયલ્ટી” તે ફી ગણાતી હોય તો તેના ઉપર રિવર્સ ચાર્જ (RCM) મુજબ વેરો ભરવાની જવાબદારી આવે. ઉલ્લેખનીય છે કે અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા ઈન્ડિયા સિમેન્ટ વી. તામિલનાડું રાજ્યના કેસમાં ઠરવાવવામાં આવ્યું હતું કે સરકારને ચૂકવવામાં આવતી “રોયલ્ટી” એ એક પ્રકારનો ટેક્સ છે. હાલ, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ એ કરદાતાઓ માટે દુ:સ્વપ્ન સાબિત થઈ શકે છે.
આ અંગે વાત કરતાં રાજકોટના એડવોકેટ ભાર્ગવ ગણાત્રા જણાવે છે કે “વતૅમાન માં નામદાર સુપ્રિમ કોટૅ ના Mineral Area Development Authority Versus M/s. Steel Authority of India ના લેન્ડમાકૅ જજમેન્ટ પછી માઈનિંગ રોયલ્ટી ઉપર RCM ની જવાબદારી અંગેના વિવાદોથી કરદાતાઓ અને ટેકસ પ્રોફેશનલ્સ માટે અસમંજસ ની પરિસ્થિતિ સામે આવી ગઈ છે. પરંતુ, પહેલું કહેવાય છે ને કે There is always a light at the end of tunnel. એવી જ રીતે વતૅમાન સમયમાં. ૧) Mineral Area Development Authority Versus M/s. Steel Authority of India નો ચુકાદો એ રીટ્રોસ્પેકટીવ રાખવો કે પ્રોસ્પેકટીવ રાખવો એ અંગેનો નિર્ણય નામદાર સુપ્રિમ કોર્ટ એ અનામત રાખેલો છે. જો આ અંગે નામદાર સુપ્રિમ કોટૅનો ચુકાદો એ રહે કે Mineral Area Development Authority Versus M/s. Steel Authority of India ના જજમેન્ટની ઈફેક્ટ એ પ્રોસ્પેક્ટીવ હોવી જોઈએ તો. આપણે સૌ જાણીએ છીએ તે રીતે વષૅ ૧૯૮૯ માં આવેલા ઈન્ડિયા સિમેન્ટ ના ચુકાદામાં નામદાર સુપ્રિમ કોટૅ [ સાત જજની ખંડપીઠે] એ ઠેરવ્યું હતું કે રોયલ્ટી એ એક ટેકસ છે એ જજમેન્ટ ની અસર ૨૫ જુલાઈ ૨૦૨૪ સુધી રહેશે. આમ, Mineral Area Development Authority Versus M/s. Steel Authority of India જજમેન્ટ ની ઈફેક્ટ પ્રોસ્પેકટીવ હોવી એ કરદાતાઓ તથા ટેકસ પ્રોફેસનલ્સ માટે રાહત ની વાત રહેશે. ૨)Mineral Area Development Authority Versus M/s. Steel Authority of India ના જજમેન્ટ મા [ ૮:૧] થી એ ઠેરાવવામા આવ્યું છે કે પાલૉમેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર પાસે મિનરલ રાઇટસ ઉપર ટેકસ ઉધરાવવાનો અધિકાર નથી. વધુમાં નામદાર સુપ્રિમ કોટૅએ હિન્ગીર રામપુરમા ઠેરવેલુ હતું કે ટેકસ ઓન મિનરલ રાઇટ્સ = ટેકસ ઓન રોયલ્ટી. આથી, આ ઉપરથી એક તકૅનો અને કાયદાકીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ મુદો એ કહી શકાય કે જો કેન્દ્ર સરકાર પાસે મિનરલ રાઇટસ ઉપર ટેકસ ઉધરાવવાનો અધિકાર ના હોય તો જી.એસ.ટી. કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા મળીને કર લગાવીને ઉધરાવે છે તે કેવી રીતે લગાવી શકાય? નોંધ:- પ્રવતૅમાન માં ,રોયલ્ટી પરની સર્વિસ ટેક્સ અને જી.એસ.ટી. અંગેના વિવાદો પર ચાલી રહેલી અતિ અગત્યના કેસની સુનવણી એટલે કે ઉદયપુર ચેમ્બસૅ ની સુનવણી એ ૨૩ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ થવા જઈ રહી છે”.
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટા પ્રમાણમાં ખાણખનીજ- માઇનિંગ લીઝ ધરાવતા વ્યક્તિઓને જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે. આ નોટિસો 01.07.2017 થી 30.11.2022 સુધીના સમય માટે આપવામાં આવી હોવાના અહેવાલ છે. અમુક કિસ્સાઓમાં કોઈ એક વર્ષ તો અમુક કિસ્સાઑમાં એક સામટી આ નોટિસ આપવામાં આવી રહી છે અને લાખો કરોડોની વસૂલાત અંગે ઉલ્લેખ કરવામાં આવી રહ્યું છે. આ નોટિસો આવતા કરદાતાઓમાં માટે તથા ટેક્સ પ્રોફેશનલ્સની દોદાદોડી વધી ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. વિવિધ ટેક્સ પ્રોફેશનલ્સ પોતાના અસીલો સાથે મળી આ અંગે કોર્ટમાં જવાના વિકલ્પો વિષે વિચાર કરી રહ્યા છે તો વિવિધ એસોસીએશન પણ આ બાબતે લડત કરવા વિચાર કરી રહ્યાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.