પાલનપુર ખાતે “એનાલીસીસ યુનિયન બજેટ २०२४”નો એક દિવસીય સેમીનાર યોજાયો

Spread the love
Reading Time: 2 minutes

તારીખ ૦૮/૦૮/૨૦૨૪ ગુરૂવાર

(પ્રતિનિધિ દ્વારા)

        કવિઓ અને સાહિત્યકારઓની કલા નગરી પાલનપુરમાં જ્ઞાનની તૃષાને તૃપ્ત કરવાં પધારતાં માં શારદાના ઉપાસક એવા કરવેરા સલાહકારો માટે નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસીએશન તથા ધી બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ ૦૮/૦૮/૨૦૨૪ને ગુરૂવારના રોજ નંદીની રેસ્ટોરેન્ટ એન્ડ બેન્કવેટ, ડી-માર્ટ પાસે, ગઠામણ ચોકડી, પાલનપુર– અમદાવાદ હાઈવે પાલનપુર – ૩૮૫૦૦૧ (બ.કાં.) ખાતે “એનાલીસીસ યુનિયન બજેટ २०२४” નામે એક દિવસીય સેમીનારનું ઉમદા આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ મોટી સંખ્યામાં બંને એસોસિએશનના સભ્યો હાજર રહેલા. સેમિનારના ચેરમેનશ્રી શાંતિલાલ સી ઠક્કર તથા સુભાષભાઈ શાહ દ્વારા ખુબજ  ટુંકા સમયમાં પણ, સરસ  આયોજન કર્યું જે તવોશ્રીના અનુભવોનો આયનો હતો. આમ સેમિનાર તેના નિર્ધારિત સમયે શરૂ થયો, સૌ પ્રથમ નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસીએશન પ્રમુખશ્રી દિલીપભાઈ ઠક્કર, મંત્રીશ્રી નરેશભાઈ પરમાર તથા ધી બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસીએશન પ્રમુખશ્રી શૈલેષભાઈ મહેસુરીયા, મંત્રીશ્રી અશોકભાઈ ઠક્કર દ્રારા મહેમાનોનું બુકે અને મોમેન્ટો આપી સ્વાગત અને સન્માન કર્યું અને બન્ને વક્તાશ્રીનો પરિચય આપ્યો ત્યાર બાદ પ્રથમ વક્તાશ્રી CA રશ્મિન વાજાએ જી.એસ.ટી કાયદા અંગે અને બીજા વક્તાશ્રી CA પલક પાવાગઢીએ ઈન્કમટેક્ષ કાયદા અંગે યુનિયન બજેટ २०२४ અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ખૂબ જ સરળ ભાષામાં સમજ આપી. ત્યારે બાદ આભાર વિધિ કરી અને રાષ્ટ્રગાન કરી સેમિનારનું સમાપન કરવામાં આવ્યું, આમ એકંદરે દૂર દૂરથી ખૂબ જ મોટી સંખ્યામાં વકીલ મિત્રોએ હાજરી આપી આ એક દિવસીય સેમીનારને યાદગાર બનાવેલ.

-હર્ષદ ઓઝા (કરવેરા તજજ્ઞ)

error: Content is protected !!