GST પોર્ટલ પર જાહેર થયેલ RCM LIABILITY/ITC STATEMENT ની સરળ ભાશામાં સમજુતી.

Spread the love
Reading Time: 2 minutes

By Prashant Makwana

તા. 02.09.2024

RCM (REVERSE CHARGE MECHANISAM) ના વ્યવહાર માં પારદર્શકતા લાવવા અને સાચા રીપોર્ટીંગ  માટે GST પોર્ટલ પર RCM LIABILITY /ITC STATEMENT શરુ કરવામાં આવ્યું છે. ઘણી વખત કરદાતાએ GSTR-3B ફાઈલિંગ કરતી વખતે GSTR-3B ના ટેબલ 3.1(D) કોલમ કે જે  RCM LIABILILITY નું છે તેમાં વધારે રકમ લખાઈ જાય અને ટેબલ 4(A) ના 2 અને 3 કોલમમાં ઓછી રકમ લખાઈ જાય. GSTR-3B ના ટેબલ 3.1 (D) માં ઓછી રકમ લખાય અને ટેબલ 4(A)  ના 2 અને 3 કોલમ માં વધારે રકમ લખાય જાય. આવી કોઈ ભૂલ હોય તો કરદાતા ને તેનો ખ્યાલ ઓડીટ કે અસેસમેંન્ટ માં જ આવતો તેવું નો થાય તે હેતુથી GST પોર્ટલ પર RCM LIABILITY/ITC STATEMENT જાહેર થયું છે તેની સરળ ભાશામાં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.

  • RCM LIABILITY/ITC STATEMENT
  • કરદાતા એ GSTR-3B ના ટેબલ 1(D) માં RCM LIABILITY નું પેમેન્ટ વધારે કરી દીધું હોય અને કોઈ પણ કારણસર GSTR-3B ના ટેબલ 4(A)2 અથવા 4(A)3 માં ITC ઓછી ક્લેમ કરેલ હોય તો તેને RCM LIABILITY/ITC STATEMENT માં ઓપનીંગ બેલેન્સ માં પીઝીટીવ ફિગર લખવાનો.
  • કરદાતા GSTR-3B ના ટેબલ 4(A)2 અથવા 4(A)3 દ્વારા RCM ની ITC વધારે ક્લેમ થય ગઇ હોય અને તે GSTR-3B ના ટેબલ 1(D) માં ઓછી ડીકલેર થઇ હોય તો તેના RCM LIABILITY/ITC STATEMENT ના ઓપનીંગ બેલેન્સ માં માઈનસ ફિગર લખવાની.
  • જુલાઈ-2024 સુધીના ટેક્ષ પીરીયડ માં RCM ITC GSTR-3B ના ટેબલ 4(B)2 માં રીવર્સ કરેલ હોય અને તે ITC રીક્લેમ કરવાની હોય તો તેને GSTR-3B ના ટેબલ 4(A)5 માં લખીને રેકલેમ કરવાની રહેશે.
  • RCM ITC રીક્લેમ કરવાની હોય તો તે GSTR-3B ના ટેબલ 4(A)2 અને 4(A)3 માં રીકલેમ કરવાની નહિ.
  • RCM ITC જે રીક્લેમ કરવાની છે તેને RCM LIABILITY/ITC STATEMENT માં ઓપનીંગ બેલેન્સ તરીકે રીપોર્ટ કરવાની નથી.

 

  • RCM LIABILITY/ITC STATEMENT ઓપનીગ બલેન્સ.
  • જે કરદાતા મંથલી GST રીટર્ન ફાઈલ કરે છે તે કરદાતા એ જુલાઈ-2024 ના ટેક્ષ પીરીયડ સુધી નો RCM ITC પોઝીટીવ અથવા નેગેટીવ બેલેન્સ તારીખ 31/10/2024 સુધીમાં રીપોર્ટ કરવાનું રહેશે.
  • જે કરદાતા ત્રિમાસિક GST રીટર્ન ફાઈલ કરે છે તે કરદાતા એ APRIL TO JUNE-2024 સુધીના ટેક્ષ પીરીયડ ની RCM ITC ની પોઝીટીવ અથવા નેગેટીવ બેલેન્સ તારીખ 31/10/2024 સુધીમાં રીપોર્ટ કરવાની રહેશે.
  • ઓપનીંગ બેલેન્સ ના ફિગર લખવામાં ભૂલ રહી ગઈ હોય તો તે 30/11/2024 સુધીમાં સુધારી શકાશે. કરદાતા ત્રણ વખત 30/11/2024 સુધીમાં ભૂલ સુધારી શકે.

RCM LIABILITY/ITC STATEMENT એ કરદાતા ને ઉપયોગી રહેશે. RCM LIABILITY વધારે બતાવવાથી RCM ટેક્ષ વધારે ભર્યા હોય અને RCM ITC ઓછી ક્લેમ કરી હોય અથવા RCM ITC વધારે ક્લેમ થય હોય અને RCM LIABILITY ઓછી બતાવી હોય તો તેનો ખ્યાલ તરત જ આવી જશે જેથી કરદાતા એ ઓડીટ અથવા અસેસ્મેન્ટ માં તકલીફ ઓછી પડે અને વ્યાજ થી બચી શકાય.

(લેખક થાનગઢ ખાતે જી.એસ.ટી. અને ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)

error: Content is protected !!