જી.એસ.ટી. હેઠળ રાહતકારક ખુલાસો!!! IMS ઉપર એક્શન લેવું ફરજિયાત નથી…

Spread the love
Reading Time: < 1 minute

જી.એસ.ટી. પોર્ટલ ઉપર 14 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવી એડવાઈઝરી

તા. 15.10.2024: 14 ઓક્ટોબરથી IMS એટલેકે ઇંવોઇસ મેનેજમેંટ સિસ્ટમ લાગુ થવા જઇ રહી હતી. કરદાતા અને ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સ તથા એકાઉન્ટન્ટ આ બાબતે ખૂબ ચિંતિત હતા કે આ IMS શરૂ થયા બાદ કેવી રીતે આ કામગીરી તેઓ દ્વારા કરવાની રહેશે. 14 ઓકટોબરે મોડી રાત્રે આ બાબતે જી.એસ.ટી. પોર્ટલ ઉપર ખુલાસો કરવામાં આવ્યો હતો કે પ્રથમ IMS નો ઉપયોગ ઓક્ટોબર 2024 ના રિટર્નમાં થશે અને IMS ઉપરથી તૈયાર થયેલ પ્રથમ GSTR 2B 14.11.2024 ના રોજ તૈયાર થશે. આ ઉપરાંત આ ખુલાસામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે IMS એ કરદાતાની સગવડ માટે છે અને IMS ના બિલો ઉપર એક્શન લેવી ફરજિયાત નથી. આ ખુલાસો થતાં હાલ તો કરદાતા, ટેક્સ પ્રોફેશનલ્સ તથા એકાઉન્ટન્ટ તમામ એ રાહતનો શ્વાસ લીધો છે. ભવ્ય પોપટ ટેક્સ ટુડે

error: Content is protected !!