નોટરી સી.ઓ.પી બાબતે જે.જે.પટેલ સાથે એચ.વી.ઓઝાની ચર્ચા-વિચારણા…
ગુજરાત નોટરી એસોસિયેશનના પ્રમુખ હર્ષદ ઓઝા, મહેસાણાની વકીલોની માતૃ સંસ્થા એવી ધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે જે પટેલ, અમદાવાદ સાથે સમગ્ર ગુજરાતના પસંદગી પામેલ નોટરીશ્રીના સી.ઓ.પી બાબતે ખૂબ જ વિસ્તૃત અને વિગતવાર શાંતિમય માહોલમાં ચર્ચા વિચારણા થઈ. જેમાં ગુજરાત નોટરી એસોસિયેશનના પ્રમુખ શ્રી દ્વારા પસંદગી પામેલ નોટરીશ્રીઓને પડી રહેલી તકલીફ અને પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી જેમાં બિનજરૂરી અને નાની અમથી એવી સ્પેલિંગ મિસ્ટેક (સ્લીપ ઑફ પેન) પણ ક્વેરી કાઢવામાં આવે છે તથા પસંદગી કોઈ અનામત કોટા પ્રમાણે થયેલ ન હોવા છતાં પણ કાસ્ટ સર્ટિફિકેટર અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી મંગાવવામાં આવી રહ્યા છે, પરંતુ ગુજરાતના મામલતદાર કચેરી દ્વારા જે તે સમયે આપણી માતૃભાષા ગુજરાતીમાં જ કાસ્ટ સર્ટીફીકેટ પૂરા પાડેલા હતા. આવી કેટલીય બિનજરૂરી અને નાની નાની કવેરી ઉભી કરી પ્રક્રિયાને ખૂબ જ લેન્ધી અને કંટાળાજનક બનાવી રહ્યા છે તેવું પ્રતીત થાય છે. તો બીજી બાજુ નોટરી સેલ દિલ્હીનો રૂબરૂ સંપર્ક થઈ શકતો નથી, માત્ર ને માત્ર બે ટેલીફોનિક નંબર પર અમુક સમય મર્યાદામાં જ સંપર્ક કરવાનો હોય છે અને સામા પક્ષે ખૂબ જ મોટો વર્ગ હોવાથી લગભગ સંતોષકારક વાતચીત થતી જ નથી અને ખૂબ મહેનતના અંતે વાતચીત થાય તો પણ માત્ર રાહ જોવાનું આશ્વાસન આપવામાં આવે કે અને એમાં પણ જો કોઈ તાર્કિક અને દ્રઢ પણે સાચી વાત પૂછવામાં આવે તો પ્રત્યુતર આપ્યા વિના ફોન ડીસકનેક્ટ કરી દેવામાં આવે છે, અને ત્યારબાદ ઈમેલ કરવામાં આવે તો પણ ક્યારે વળતો જવાબ મળતો નથી આમ વકીલ આલમમાં નારાજગીનો માહોલ ઉભો થતો જાય છે.
ખૂબ જ ઊંડાણપૂર્વકની લાંબી ચર્ચા ના અંતે ચેરમેનશ્રી જે જે પટેલ વકીલઓની વેદનાને સારી રીતે સમજી શક્યા અને તાત્કાલિક અસરથી ધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇમેલ આઈડી થી સરકારશ્રીને આપણી રજૂઆત કરશે એવી હૈયા ધારણા પાઠવી છે, તેમજ હમણાં સાંસદ સત્ર ચાલુ હોવાથી આપણા વિસ્તારના ચૂંટાયેલ પ્રતિનિધિ એવા સાંસદશ્રી મારફતે સમગ્ર ગુજરાત માટે પણ રાજકીય લેખિત રજૂઆત કરવામાં આવે તો અસરકારક અને ઝડપી સુખદ પરિણામ મળી શકે છે અને ચેરમેનશ્રી વધુમાં પોતાની કોઠાસૂઝ નો પરિચય આપતા જણાવ્યું હતું કે હું તો એવી રજૂઆત કરું છું કે એક માસના સમયગાળા દરમિયાન ક્ષતિ પૂર્ણ કરી આપવાની શરતે તમામે તમામ નોટરીશ્રીને તાત્કાલિક અસરથી સી.ઓ.પી ઇસ્યુ એક જ દિવસે કરી દેવા જોઈએ. આમ એકંદરે ગુજરાત નોટરી એસોસિયેશનના પ્રમુખ અને ધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ગુજરાતના ચેરમેનની આજની વાતચીત વકીલ આલમમાં નવી આશાનું કિરણ પ્રકાશ ફેલાવશે…
ભવ્ય પોપટ –તંત્રી, ટેક્ષ ટુડે ન્યુઝ પેપર