સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt 10.12.2024
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ દ્વારા IGST ની ક્રેડિટ નોટ કે જે પછીના માહિનામાં આપવામાં આવેલ હતી. આ મહિનામાં કોઈ IGST નું વેચાણ ના હોય ઓટો પોપ્યુલેટ રિટર્નમાં IGST રિવર્સલ બતાવવામાં આવેલ ના હતું. શું અમે આ ઘટાડો મેન્યુલ કરી શકીએ? કોલીપરા સુંદરીયા, પોન્નુર
જવાબ: હા, ક્રેડિટ નોટ બાબતે IGST નો ઘટાડો મેન્યુલ કરી શકાય તેવો અમારો મત છે. જો કે આ ક્રેડિટ નોટ જો GSTR 1 માં યોગ્ય રીતે દર્શાવવામાં આવેલ હોય તો આ ઘટાડો GSTR 3B માં નેગેટિવ સ્વરૂપે હવે આવે છે તેવો અમારો મત છે. આ બાબત ચેક કરવા વિનંતી.
- અમારા અસીલ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં કેટરિંગ સર્વિસ પૂરી પાડે છે. આ સેવા ઉપર કેટલા દરે જી.એસ.ટી. ભરવાનો આવે? ગૌરવ પટેલ, એડવોકેટ, ખેડા
જવાબ: આપના અસીલ જે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં કેટરિંગ સર્વિસ પૂરી પાડે છે તેના ઉપર આઉટડોર કેટરિંગના દરે 5% (2.5 CGST+2.5 SGST) ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
- સ્ક્રેપની ખરીદ ઉપર હાલમાં જી.એસ.ટી. TDS લાગુ કરવામાં આવ્યો છે. અમારો પ્રશ્ન એ છે કે શું SEZ ની ખરીદી હોય તો પણ આ TDS લાગુ પડે? એ. ટી. વકીલ, ટેક્સ એડવોકેટ, ભાવનગર
જવાબ: SEZ યુનિટ પાસેથી ખરીદીમાં TDS ની જોગવાઈ લાગુ પડે નહીં તેવો અમારો મત છે. જો SEZ હેઠળનું યુનિટ કોઈ કારણસર જી.એસ.ટી. આઉટપુટ ભરવા જવાબદાર બનતું હોય તો તમારી TDS કાપવાની જવાબદારી આવે.
- અમારા અસીલ સ્ક્રેપના વેપારી છે. હાલ સ્ક્રેપ પર લાગુ થયેલ GST TDS બાબતે અમારો સવાલ છે. વેસ્ટર્ન રેલ્વે પાસેથી સ્ક્રેપની ખરીદી કરે છે. આ સરકારી સત્તાધિકારી TDS પેમેન્ટ કર્યા વગર જ પેમેન્ટ કરવાનો આગ્રહ કરે છે. આ બાબતે અમર શું કરી શકાય? અજય જે. શાહ
જવાબ: આ બાબતે તમારી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. આ વેસ્ટર્ન રેલ્વે સાથેના વ્યવહારમાં પણ TDS ની જવાબદારી ખરીદનારની આવે એવો અમારો મત છે.
- અમારા અસીલ કંપોઝીશનની પરવાનગી ધરાવે છે. તેઓ ઉત્પાદક છે. તેઓ ફિશ સેલ નું વેચાણ 500000/- જેવુ કરે છે અને મશીનરી સ્પેર્સનું વેચાણ 400000/- જેવુ કરે છે. આકારણી દરમ્યાન અમારા અસીલ ઉપર ફિશ કરમુક્ત હોવા છતાં કંપોઝીશન ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. શું કરમુક્ત વેચાણ ઉપર કંપોઝીશન ટેક્સ ભરવાની જવાબદારી આવે?
જવાબ: હા, આપના અસીલ ઉત્પાદક હોય, કુલ ટર્નઓવર ઉપર 1% ટેક્સ ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ દ્વારા નાણાકીય વર્ષમાં “ટેનન્સી રાઇટ” જતાં કરવામાં આવ્યા છે અને એ માટે 1.16 કરોડ જેવી રકમ મેળવેલ છે. એ જ નાણાકીય વર્ષમાં અમારા અસીલ દ્વારા રહેણાંકી ઘર ખરીદ કરેલ છે. જે 1.18 કરોડનું છે. શું અમારા અસીલ ઉપર કેપિટલ ગેંઇન ની જવાબદારી આવે? કોલીપરા સુંદરીયા, પોન્નુર
જવાબ: જો આપના અસીલ દ્વારા વેચાણ કરવામાં આવેલ ટેનન્સી રાઇટ લોંગ ટર્મ છે તેમ માની આપના દ્વારા ખરીદવામાં આવેલ રહેણાંકી મકાનની રકમ કેપિટલ ગેઇન માંથી બાદ મળે તેવો અમારો મત છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.