નોટરી તરીકે નિયુક્ત થતાં હર્ષદ ઓઝાને શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા…
(પ્રતિનિધિ દ્વારા)
તારીખ : 27-12-2024
નોટરી તરીકે નિયુક્ત થતાં હર્ષદ ઓઝાને શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા…
શ્રી ઉત્તર ગુજરાત ચોરાસી પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા આયોજિત ૪૧મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પ્રજાપતિ ભવન ખાતે યોજાયો. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટીસ, લીગલ ડિપાર્ટમેંટ દ્વારા મહેસાણાના ખ્યાતનામ ટેક્ષ એડવોકેટ અને લેખક એવા હર્ષદ ઓઝાને નોટરી તરીકે નિયુક્ત કરતાં તેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તાળીઓના ગળગળાટથી સૌ કોઈ એ યાદગાર પળોને વધાવી લીધી. અત્રે ઉલ્લેખનીય છે કે હર્ષદકુમાર ઓઝા “ગુજરાત નોટરી એસોસીએસન”માં પ્રમુખ સહિત વિવિધ વકીલ બાર મંડળમાં પણ નિયમિત અને સક્રિય સેવા આપે છે. તેઓના સમાજના વિવિધ સામાયિક, ટેક્ષ ટુડે અને કેસરી દૈનિક ન્યૂઝ પેપરમાં નિયમિત લેખ પ્રસિધ્ધ થાય છે. સોસાયટી અને આજુબાજુના વિસ્તારના નાગરિકોને પડતી મુશ્કેલી અને પ્રશ્નોને વાચા આપવાનું ભાગીરથ સેવા કાર્યની સાથે સોસાયટી સભ્યોના પ્રેમ અને આગ્રહ વશ પ્રમુખ સ્થાન શોભાવે છે. સમાજ સેવા અને સામાજીક જવાબદારી અદા કરતાં આદર્શ યુવક મંડળ (ચેરીટેબલ ટ્રસ્ટ ઇ.સ. 1981)માં વર્ષોથી સતત પ્રમુખ સ્થાને સેવા યજ્ઞમાં જોડાયલા છે. જ્ઞાતિપ્રેમને અનુસંધાને શ્રી ઉત્તર ગુજરાત ચોરાસી પ્રજાપતિ કેળવણી મંડળ,મહેસાણા અને શ્રી ઉત્તર ઝોન સમસ્ત પ્રજાપતિ સમાજ સંગઠન,મહેસાણાના પ્રવક્તા તરીકે સેવા આપે છે. સાથે સાથે દેશ ભક્તિનો પરિચય આપતાં ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સાયબર અપરાધ રિપોર્ટિંગ પોર્ટલમાં પણ સાયબર વોલીન્ટીયર તરીકે સેવા પ્રદાન કરે છે.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સેવકો, રાજકીય અગ્રણીઓ, સરકારી ઉચ્ચ હોદ્દેદારો, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સાથે સાથે સાધુ સંતોની ઉપસ્થિતીથી સમગ્ર વાતાવરણ એક અનેરા ઉમંગની પ્રતીતિ કરાવતું હતું. આમ, સમગ્ર કાર્યક્રમ સુંદર અને યાદગાર બની રહ્યો.
- ભવ્ય પોપટ (તંત્રી)